સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો નોંધાયો, 23 દરવાજા સતત 4 દિવસથી ખુલ્લા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદાઃ ગુજરાત રાજ્યમાં મેઘસવારીની સાતે જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમમાં હજુ પણ સતત પાણીની આવક બેફામ વધી રહી છે. અત્યારે ડેમની જળ સપાટી 135.20 મીટર સુધી પહોંચી ગઈ છે. વળી છેલ્લા 4 દિવસથી ડેમના 23 દરવાજાને 3.5 મીટર સુધી ખુલ્લા રાખવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારસુધી થયેલી પાણીની આવક પર ચર્ચા કરીએ તો એ 7 લાખ 45 હજાર ક્યૂસેકે પહોંચી ગઈ છે.

નદીમાં કુલ જાવક 5 લાખ 50 હજાર
નર્મદા નદીની કુલ જાવક 5 લાખ 50 હજારને પાર પહોંચી ગઈ છે. તેવામાં હવે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે. હવે આવી રીતે જ જો સતત પાણીની આવક થશે તો ચિંતાજનક પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. ઉપરવાસના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવકમાં વધારો થયો છે. અત્યારે ડેમના તમામ પાવરહાઉસ ચાલુ જ છે.

અગાઉ પણ પાણી છોડવાનું શરૂ કરાયું
ઓમકારેશ્વર ડેમમાંથી હાલ 7.24 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. નર્મદા ડેમના ડાઉન્સ્ટ્રીમના ગામોને લઈને મહત્વનો નિર્ણય સરદાર સરોવર નર્મદા નિગમે કર્યો છે. 7.24 લાખ ક્યુસેક સામે 5.44 લાખ ક્યુસેક પાણી જ નર્મદા ડેમમાંથી છોડવામાં આવશે. વધારાના પાણીનો સંગ્રહ ડેમમાં કરાશે જેથી નર્મદા,વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારના ગામોને પૂરની અસરોથી બચાવી શકાય. વધારાનું 1,80,000 ક્યુસેક પાણીનો સંગ્રહ કરવામાં આવનાર હોય ડેમની સપાટીમાં સતત વધારો નોંધાશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT