Salangpur Temple News: હનુમાનજીના કપાળે સ્વામિનારાયણ તિલકનો શરૂ થયો વિવાદઃ ભીંતચિત્રો પર નારાજગી
Salangpur Temple News: સાળંગપુર હનુમાનજીના મંદિર (Salangpur Hanumanji Temple)ને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોના સૂર ઉઠ્યા છે. હાલમાં જ ભીંતચિત્રમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતા…
ADVERTISEMENT
Salangpur Temple News: સાળંગપુર હનુમાનજીના મંદિર (Salangpur Hanumanji Temple)ને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોના સૂર ઉઠ્યા છે. હાલમાં જ ભીંતચિત્રમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતા દર્શાવાયા છે તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યાં હાલમાં વધુ એક વિવાદે (Salangpur temple controversy) જન્મ લીધો છે. જેમાં હનુમાનજીના માથા પર સ્વામિનારાયણ તિલક લગાવવામાં આવ્યું તેને લઈને વિવાદ સર્જાયો છે. અહીં સાળંગપુર મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર એવી હનુમાનજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જેમાં વિવિધ બાબતોને લઈને હવે તેને હટાવવાની માગ ઉઠી રહી છે.
Rajkotના વકીલે મોકલી નોટિસ
સાળંગપુર મંદિર ખાતે મુકવામાં આવેલી વિશાળ પ્રતિમામાં હનુમાનજી ઉપરાંત ત્યાં દર્શાવાયેલા ભીંતચિત્રો વિવાદનું કારણ બન્યા છે. આ મામલે રાજકોટના વકીલ રવિ રાઠોડ દ્વારા પણ વડતાલ, પોઈચા, કુંડળ, સાળંગપુર અને રાજકોટ ખાતે સ્વામિનારાયણ મંદિરે નોટિસ આપવામાં આવી છે.
સાવરકુંડલામાં ફરી ધરા ઘ્રુજી, રક્ષાબંધને ભૂકંપનો આચકો અનુભવ્યો
અગ્રણીઓએ વિવાદને લઈ કહ્યુંઃ તાત્કાલીક હટાવો ભીંતચિત્રો
દરમિયાનમાં સાળંગપુરની કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા પર સ્વામિનારાયણ સંપ્રદાયના તિલકને લઈને નારાજગીનો સુર ઉઠ્યો છે. અહીં પ્રતિમામાં હનુમાનથીના લલાટ પર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભીંતચિત્રોના વિવાદ સાથે આ વિવાદ પણ જોડાઈ રહ્યો છે. હાલમાં જ મોરારી બાપુ, મણિધર બાપુ, કબરાઉ બાપુ સહિતના અગ્રણીઓએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે તુરંત આ ભીંતચિત્રોને હટાવવાની માગ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT