‘ભગવાનને પ્રણામ કરવામાં હનુમાનજીને કોઈ આપત્તિ હોઈ ન શકે’, વિવાદ પર સ્વામિનારાયણ સંપ્રદાયે શું કહ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Salangpur Hanumanji Temple: બોટાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુરના કષ્ટભંજન દાદાના મંદિરમાં હાલ એક વિવાદ સામે આવ્યો છે. મંદિરમાં થોડા સમય પહેલા જ મૂકવામાં આવેલી હનુમાનદાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચે ભીંચ ચિત્રો કંડારવામાં આવ્યા છે. જેમાં હનુમાન દાદા સહજાનંદ સ્વામી અને અન્ય સ્વામીને હાથ જોડીને પ્રણામ કરી રહ્યા છે. જેના કારણે ભક્તો તથા સંત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે અને વિરોધ કરીને આ પ્રકારના ચિત્રો હટાવી લેવા કહેવાયું છે. સમગ્ર વિવાદ પર હવે સ્વામિનારાયણ સંપ્રદાયનો જવાબ સામે આવ્યો છે.

હનુમાનજીની પ્રણામ કરતી પ્રતિમા પર સ્વામી શું બોલ્યા?

સાળંગપુર મંદિરમાં ભીંત ચિત્રોના વિવાદ પર સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી પ્રતિક્રિયા અપાઈ છે. વીડિયોમાં એક સ્વામી કહે છે, સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમાની નીચે માર્બલ પર કેટલાક ચિત્ર પ્રતિમા બનાવાઈ છે. જેમાં ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠ સ્વરૂપમાં વિચરણ કરતા હોય છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રો મુજબ હનુમાનજી પ્રભુ નિલકંઠ વરણી પાસે આવે છે અને પ્રણામ કરે છે. આ જ પ્રતિમામાં ધર્મદેવ-ભક્તિ માતા જે સ્વામિનારાયણ ભગવાનના માતા-પિતા છે તેમને શ્રી હનુમાનજી મહારાજે પ્રણામ કર્યું છે.

વીડિયોમાં તે આગળ કહે છે, તો કેટલાક સાધુ-સંતો અને સજ્જનોને તેમાં આપત્તિ છે કે સામાન્ય માણસને હનુમાનજી પ્રણામ કરતા જ નથી. બસ આ મૂર્તિ હટાવો. અમે પણ એ જ કહી રહ્યા છીએ કે તે સામાન્ય માણસ છે જ નહીં, સ્વયં ભગવાન છે અને ભગવાનના માતા-પિતા છે અને તેમને પ્રણામ કરવામાં હનુમાનજીને કોઈ આપત્તિ હોઈ જ ન શકે. આ બાદ સ્વામી વેદવ્યાસે લખેલા સ્કંદ પુરાણમાં આવેલા વાસુદેવ માહાત્મ્ય ગ્રંથનો ઉલ્લેખ કરીને સ્વામિનારાયણ ભગવાન હોવાનું કહે છે.

ADVERTISEMENT

સ્વામીને હનુમાનજીએ હાથ જોડતા સંતો લાલઘુમ

બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ સ્વામીને હાથ જોડી હનુમાનજી પ્રણામ કરતા હોય તેવી પ્રતિમા અયોગ્ય અને ઘટનાને નિંદનીય ગણાવી. તેમણે કહ્યું, આ પ્રકારની જે મૂર્તિઓ છે તે હટાવી લેવી જોઈએ. તેમણે માંગ કરી કે, ભગવાન રામના અનુયાયી છે હનુમાનજી તો એવા પ્રકારની મૂર્તિ મૂકવી જોઈએ. ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મના હિતમાં સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ અનુયાયીઓ અને યુવા પેઢીના હિતમાં યોગ્ય પ્રતિમા મૂકવા જણાવ્યું. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને લોકોને મૂર્તિઓ અને ધાર્મિક લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ, આવા વિવાદમાં ન પડવું જોઈએ. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા અગાઉ પણ અનેક આવા કર્મો કર્યાં બાદ વિવાદ થાય પછી માફી માંગી લેતા હોય છે. સ્વામીનારાયણ સંપ્રદાય વિવાદની જગ્યાએ સમાજનું ઉત્થાન થાય તેવું કાર્ય અને કર્મ કરવા તેમણે સૂચન કર્યું.

ADVERTISEMENT

તો કથાકાર મોરારિ બાપુએ કહ્યું કે, આજકાલ દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા લોકો કેવા કપટ કરે છે. અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની આટલી સરસ મોટી મૂર્તિ છે અને તેની નીચે ચિત્રમાં હનુમાનજી તેમના કોઈ મહાપુરુષને પ્રણામ કરતા, સેવા કરતા દેખાય છે. હવે વિચારો, સમાજે જાગૃત થવાની જરૂર છે. લોકો કહે છે બાપુ તમે બોલો. હું બોલ્યો ત્યારે કોઈ મારી સાથે બોલ્યું ન હતું. હવે તમે બોલો.

ADVERTISEMENT

સાળંગપુરમાં ભીંત ચિત્રોના વિવાદ પર મોગલધામના મણિધરબાપુ પણ રોષે ભરાયા છે. તેમણે કહ્યું કે, હનુમાનજીને ચરણ સ્પર્શ કરતા દેખાડીને સ્વામીનારાયણ સંપ્રદાયે મોટી ભૂલ કરી છે. તેમને પોતાની ભૂલ સ્વીકારવા સાથે માફી માંગવાની ચેતવણી આપી છે. આ તેમની મસમોટી ભૂલ છે તેમણે જે થુક્યું છે તે તેમણે જ ચાટવું પડશે. નહીં તો ચારણ સમાજ તેમને છોડશે નહીં. તમારી ઔકાત શું છે.’

    follow whatsapp

    ADVERTISEMENT