સાબરકાંઠાઃ સાસરિયાઓના ત્રાસથી યુવકે સંતાનો સાથે નર્મદામાં ઝંપલાવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

હસમુખ પટેલ.સાબરકાંઠાઃ સાબરકાંઠાના પ્રાંતિજના બાલીસણા ગામના ચેતનસિંહ ઝાલા નામના એક વ્યક્તિએ પોતાના પુત્ર અને પુત્રી સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી છે. આ મામલામાં પોલીસને મૃત ની સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટમાં ગૃહ કંકાસના પગલે પોતાના પુત્ર પુત્રી સહિત ચેતનસિંહ ઝાલાએ આપઘાત કર્યાનું બહાર આવ્યું છે. સામાન્યતઃ સાસરિયાઓના ત્રાસની ફરિયાદ મહિલાઓ વધુ કરતી હોવાનું આપે જોયું હશે પરંતુ અહીં સાસરિયાઓના ત્રાસથી યુવાન પરેશાન હતો અને તેણે આ કરુણ પગલું ભર્યું છે. અહીં આપને જણાવી દઈએ કે કોઈપણ ભોગે આત્મહત્યા ક્યારેય કોઈ પરેશાનીનું નક્કર સમાધાન નથી જ, આવી કોઈ પણ સ્થિતિમાં પોલીસની મદદ લેવી વધુ હિતાવહ છે. પોલીસ પાસેથી આવી સમસ્યાઓનો ઉપાય અથવા તો ઉપાયનો નક્કર રસ્તો જરૂર મળે છે.

માતા-પિતા અને સંબંધીઓથી દૂર કર્યો પત્નીએ
અમદાવાદના રખિયાલમાં આવેલા કડજોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતા 33 વર્ષીય ચેતનસિંહ ઝાલાએ પોતાના પાંચ વર્ષે પુત્ર સહિત સાત વર્ષની પુત્રી સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવતા ત્રણેયના મોત થયા છે. જોકે એક જ પરિવારમાં ત્રણ વ્યક્તિઓના મોત થયાના પગલી સાબરકાંઠા જિલ્લામાં ભારે આપી છે. સૌથી મહત્વની બાબત એ છે કે, ચેતનસિંહ ઝાલાએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવતા પહેલા બે પેજની સુસાઇડ નોટ લખી હતી. જેમાં દિકરા દીકરી સહિત પોતાના આપઘાત માટે પત્ની, સાસુ તેમજ સાળાને જવાબદાર ગણાવ્યા છે. તેમને પારાવાર ત્રાસ અપાતો હોવાનું જણાવી તેમની નર્મદા કેનાલમાં પડતું મૂક્યું હતું ત્યારે મૃત્યુ બાદ સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

નર્મદાઃ ભાજપના પૂર્વ કાર્યકરે સરકારી ઓફિસ બહાર ખિસ્સામાંથી કાઢી ઝેરની બોટલ અને…

મહત્વની બાબત એ પણ છે કે, સુસાઇડ નોટમાં કરાયેલા આક્ષેપો મુજબ તેમની પત્ની દ્વારા તેમને માતા પિતા સહિત સગા સંબંધીઓ અને મિત્રોથી દૂર કરાવ્યા બાદ અસહ્ય ત્રાસ યથાવત રાખતા આ પ્રગટનું અંતિમ પગલું ભર્યું છે ત્યારે આપઘાત માટે તેના પુત્ર અને પુત્રીનું પણ મોત થવા પામ્યું છે. ત્યારે બાલીસણામાં એક સાથે એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી આપી છે. જોકે આ મામલે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ ચોક્કસ પગલા લેવાય તે જરૂરી છે ત્યારે જોવું એ રહે છે કે આ મામલે પોલીસ દ્વારા આગામી સમયમાં કેટલા અને કયા પગલાં લેવાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT