સાબરકાંઠાઃ પાર્ક કરેલી કારમાંથી નીકળ્યા 2 સાપ- Video
સાબરકાંઠાઃ વડાલી ખાતે એક કારમાંથી બે સાપ નીકળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પ્રારંભીક ધોરણે એક સાપ હોવાનું સામે આવ્યું પરંતુ થોડી જ વખતમાં…
ADVERTISEMENT
સાબરકાંઠાઃ વડાલી ખાતે એક કારમાંથી બે સાપ નીકળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પ્રારંભીક ધોરણે એક સાપ હોવાનું સામે આવ્યું પરંતુ થોડી જ વખતમાં ખબર પડી કે અહીં તો એક નહીં પણ બે સાપ કારમાં છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ માવઠાનો માહોલ રહ્યો હતો. દરમિયાન જમીનમાં બફારાને લઈને સરીસૃપો બહાર આવતા હોય છે. તેવા સંજોગોમાં હાલમાં આ કારમાં એક સાપ દેખાતા લોકો ભયમાં હતા ત્યાં બે સાપ હોવાની જાણકારી મળી હતી. આ મામલે આખરે સાપનું રેસ્ક્યુ કરીને તેમને જંગલ વિસ્તારમાં છોડી દેવાયા હતા.
હરેન પંડ્યાનું નામ લઈ કોંગ્રેસ પ્રમુખ બનતા જ શક્તિસિંહે ભાજપના કદાવર નેતાઓની દુખતી નસ પર હાથ મુક્યો
વધુ કોઈ સાપ તો નથી ને તેની પણ ચકાસણી કરાઈ
આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં વડાલી ખાતેની રોયલ પાર્ક સોસાયટીમાં કારના બોનેટમાં બે સાપ ઘુસી ગયા હતા. પ્રારંભીક ધોરણે એવું હતું કે એક જ સાપ છે પરંતુ બાદમાં ખ્યાલ આવ્યો કે બે સાપ છે. જેને લઈને બે સાપ પકડાયા પછી પણ તપાસ કરવામાં આવી કે કોઈ અન્ય સાપ તો હજુ નથી ને. કારના બોનેટમાં બે સાપ ફસાઈ ગયા હતા. જેના કારણે સાપનું રેસ્ક્યુ કરવા માટે જાણકાર લાલાભાઈને ઈડર ફોન કરવામાં આવ્યો હતો. તેમણે બંને સાપને સલામત રીતે પકડીને જંગલમાં છોડી દીધા હતા. બે સાપને જોવા લોકોના પણ ટોળા વળી ગયા હતા.
(ઈનપુટઃ હસમુખ પટેલ, સાબરકાંઠા)
ADVERTISEMENT
ADVERTISEMENT