દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, S.T ડેપોની ઓફિસમાં 3 કર્મચારીઓ દારૂ પીતા ઝડપાતા સસ્પેન્ડ કરાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

છોટાઉદેપુરઃ સરહદી વિસ્તારમાં આવેલા છોટાઉદેપુર જિલ્લામાં અવાર નવાર દારૂની હેરાફેરીના કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. તેવામાં અત્યારે એસ.ટી.ડેપોની ઓફિસમાં જ કર્મચારીઓ દારૂ પીતા હોય એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એસ.ટી.ડેપોમાં કામ કરતા કર્મચારીઓ મોડી રાત્રે નશામાં ધૂત મહેફીલ માણી રહેતા જોવા મળી રહ્યા છે. જોકે વીડિયો વાઈરલ થયાના ગણતરીના સમયમાં એસ.ટી.ડેપો ઈન્ચાર્જ, ડેપો મેનેજર એ.એચ.ચૌહાણને ફોન કરીને ઘણા લોકો દ્વારા જાણ કરાઈ હતી. જેના કારણે દારૂના નશામાં મહેફિલ માણતા ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

કર્મચારીઓએ એક પછી એક દારૂના ગ્લાસ ગટગટાવ્યા
વીડિયોમાં એસ.ટી.ડેપોની ઓફિસની ખુરશી પર એક કર્મચારી દારૂનો ગ્લાસ ભરીને ગટગટાવતો નજરે પડી રહ્યો છે. તે આ દરમિયાન સાથીઓ સાથે ચર્ચા કરતા પણ જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે એકબાજુ પોલીસ સતત દારૂના જથ્થાને જપ્ત કરવાની કાર્યવાહી કરી રહી છે. ત્યારે બીજી બાજુ સરકારી કર્મચારીઓ ઓફિસમાં બેસીને દારૂની મહેફિલ માણતા હોવાના વીડિયોથી ચકચાર મચી જવા પામી છે.

3 કર્મચારીઓ સામે કડક પગલા ભરાયા
એસ.ટી.ડેપોની ઓફિસ કર્મચારીઓ દારૂ પીતા હતા. આ મામલે ત્રણેયને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે એસ.ટી.વિભાગે 3 કર્મચારીઓ સામે કડક પગલા ભરી પાઠ ભણાવ્યો છે.
સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓ- એસ.ટી.ડેપો કંટ્રોલર નવિનભાઈ રાઠવા, હેડ મિકેનિક હિતેશ સુથાર અને ડ્રાઈવર રાજેશ ડિંડોર

ADVERTISEMENT

પોલીસે ચુપ્પી સાધી?
મોડી રાત્રે જ એસ.ટી.ડેપોમાં ચાલી રહેલી દારૂ પાર્ટી વિશે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં તેમણે દારૂની મહેફિલ માણતા કર્મચારીઓને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા. જોકે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ કર્મચારીઓ વિરૂદ્ધ પોલીસે હજુ સુધી કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નથી. જેના કારણે અહીં ઘણા સવાલો સામે આવી રહ્યા છે.

With Input- નરેન્દ્ર પેપરવાલા

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT