Vibrant Gujarat Summit : ‘જય શ્રી રામ’ બોલતો રોબોટ, ગ્લોબલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં બધાના આકર્ષણનું કેન્દ્ર
Vibrant Gujarat Global Summit 2024 : ગુજરાતમાં આજથી ગાંધીનગર ખાતે ગ્લોબલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરુઆત થઈ છે. પીએમ મોદી દ્વારા PM મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ…
ADVERTISEMENT
Vibrant Gujarat Global Summit 2024 : ગુજરાતમાં આજથી ગાંધીનગર ખાતે ગ્લોબલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરુઆત થઈ છે. પીએમ મોદી દ્વારા PM મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેશન સેન્ટરમાં PM મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, ચેક ગણરાજ્યના PM પેટ્ર ફિયાલા, મોજામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેસિંટો સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ વખતે ગ્લોબલ ટ્રેડ શોમાં અવનવા આકર્ષણ જોવા મળી રહ્યા છે. એવામાં એક રોબોટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રોબોટ રેસ્ટોરાં અને કંપનીમાં પણ કામ કરે છે. આ રોબોટને તૈયાર કરવામાં એકથી દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો છે. રોબોટનું નામ ડેસર છે. આ સમિટમાં રોબોટ આકર્ષણનું ખાસ કેન્દ્ર બન્યું હતું. હાલમાં સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે આ રોબોટ પણ જય શ્રી રામ બોલે છે.
અયોધ્યા ઘામ જંકશનનું પણ ડોમ તૈયાર કરવામાં આવ્યું છે
આ ગ્લોબલ ટ્રેડ શોમાં ભારતીય રેલનું પણ એક ડોમ બનવામાં આવ્યો છે. ઉપરાંત આ ડોમમાં ભારતીય રેલના અલગ અલગ પ્રોજેક્ટ પણ બતાવવામાં આવ્યા છે. સાથે પીએમ મોદીએ થોડા સમય પહેલા કરેલ અયોધ્યા ઘામ જંકશનનું પણ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મુખ્ય આકર્ષણના કેન્દ્રો
ગુજરાત ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ,પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ,ઇલેક્ટ્રિક વાહનો, ગ્રીન હાઇડ્રોજન,એરક્રાફ્ટ અને આનુષંગિક ઉદ્યોગો,નવીનીકરણીય ઊર્જા, સેમિકન્ડક્ટર અને ઈએસડીએમ ફિનટેક, સાયબર સુરક્ષા, એઆઈ, મશિન લર્નિંગ સહિતના ઉદ્યોગો આ ટ્રેડ શોના આકર્ષણના કેન્દ્રો રહેશે.
ADVERTISEMENT