CM બનવાનો માર્ગ સૌરાષ્ટ્રમાંથી પસાર થાય છે? ભુપેન્દ્ર પટેલ રાજકોટમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભક્તિ રાજગોર/રાજકોટ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને માહોલ ગરમાયેલો છે. ચૂંટણીના ધમધમતા ઢોલ વચ્ચે મુરતીયાઓ પોતાની યોગ્ય બેઠકો પર ચોકઠા ગોઠવવા માટે પાર્ટી કાર્યાલયના ધક્કા ખાઇ રહ્યા છે. દરેક રાજકિય પક્ષ દ્વારા ગુજરાતનો ગઢ કબજે કરવા માટે અલગ અલગ પ્રકારની રણનીતિ બનાવવામાં આવી રહી છે. આ રણનીતિના આધારે દરેક રાજકિય પાર્ટીઓ આગળ વધી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રને કબજે કરવા માટે ભાજપ નવો દાવ અજમાવી શકે છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. તેવા સમયે દરેક રાજકિય પાર્ટીઓ પોતાની રીતે નવી નવી રણનીતિ બનાવી વધારેમાં વધારે બેઠકો હાંસલ કરવા માટે વિધાનસભાના ચૂંટણી જંગના મેદાનમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હવે ભાજપ પર સૌરાષ્ટ્ર કબજે કરવા માટે નવો દાવ અજમાવી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભાજપ સૌરાષ્ટ્રમાંથી ઉમેદવારી કરાવે તેવી શક્યતાઓ સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.

અહેવાલો સામે આવ્યા બાદ સૌરાષ્ટ્રની રાજનીતિમાં ચહલ પહલ જોવા મળી રહી છે. હાલ સૌરાષ્ટ્રમાં રાજકોટ પશ્વિમ સીટ પર ઉમેદવારને લઇને ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટની પશ્ચિમ સીટ પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય છે. પરંતું હાલ તો વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવાતા વિજય રૂપાણી પોતાના વફાદાર વ્યક્તિ માટે ટીકિટની માંગ કરી રહ્યા છે. તો બીજી બાજુ રાજકોટ પશ્વિમ સીટ પરથી ટિકિટ માટે લોબિંગ પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલને પણ ભાજપ સૌરાષ્ટ્રની કોઈ મહત્ત્વ પૂર્ણ બેઠક પરથી ઉમેદવારી કરાવે તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

ADVERTISEMENT

આ બાબતે ગુજરાત તકે સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકારો સાથે વાત કરી તો તેમણે જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર પર ફોક્સ વઘારવા માટે ભાજપ કોઈ મોટા માથાને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. પરંતું ભૂપેન્દ્રભાઈ પટેલને સૌરાષ્ટ્રના ચૂંટણી જંગના મેદાનમાં ઉતારે તેવી શક્યતા નહીવત છે. તેના પાછળનું મુખ્ય કારણ એ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ કડવા પટેલ છે અને રાજકોટની જે સીટ પરથી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉતારવાની વાત થાય છે.ત્યાં લેઉવા પટેલ જૂથ વધારે સક્રિય છે. તેમજ તે બેઠક પર વણિક, બ્રહ્મણ અને રધુવંશી સમાજનું પ્રભુત્વ છે. અગાઉ પણ જ્યારે કિરણ પટેલને ઉમેદવાર તરીકે ઉતારવમાં આવ્યા હતા. ત્યારે તેઓ પણ હારી ગયા હતા. ત્યારે ભાજપ આ પરિસ્થિમાં કોઈ હિસાબે મહત્ત્વપૂર્ણ બેઠક પર કોઈ પ્રયોગ કરે તેવું લાગતું નથી. પરંતું હાલ તો આ ખબરથી સૌરાષ્ટ્રની રાજનીતિમાં ભારે ચહલ પહલ જોવા મળી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT