આફતમાં શોધ્યો પ્રચારનો અવસર! BJP MLA રિવાબા જાડેજાએ ફૂડ પેકેટ પર પોતાની તસવીર લગાવી પ્રચાર કર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠક્કર/જામનગર: ગુજરાતના કાંઠે ગઈકાલે રાત્રે બિપોરજોય વાવાઝોડું ત્રાટક્યું હતું. વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ખૂબ જ વધારે જોવા મળી રહી છે. કાંઠાના વિસ્તારોમાં ખતરાને જોતા 1 લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, ત્યારે નેતાઓ તથા સામાજિક સંસ્થાઓ લોકોની મદદે આવી રહી છે. ભાજપના જામનગર ઉત્તર બેઠકથી ધારાસભ્ય રિવાબા જાડેજા આ આપત્તીના સમયમાં પોતાનું બ્રાન્ડિંગ કરવામાં વ્યસ્ત છે.

ફૂડ પેેકેટ્સ પર રિવાબાએ કરાવ્યું બ્રાન્ડિંગ
હકીકતમાં રિવાબા જાડેજા દ્વારા વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરાવવામાં આવ્યા છે. આ ફૂડ પેકેટ્સ પર પોતાનું બ્રાન્ડિંગ કરતી તસવીર લગાવીને લોકોને વહેંચવામાં આવી રહ્યા છે. ત્યારે આફતના આ અવસરમાં પણ પોતાનો પ્રચાર કરવાની તક શોધી લેનારા ધારાસભ્યની લોકો ખૂબ જ નિંદા કરી રહ્યા છે.

ADVERTISEMENT

આવા કપરા સમયમાં પણ પોતાનો પ્રચાર કરવાનું છોડતા નથી. આ સમય લોકોને મદદ કરવાનો છે કે લોકોને લાગણીઓ સાથે કે પોતાની પ્રચારનો છે એ જ ખબર નથી પડતી. તમે મદદ કરો છો તો કોઈ નવાઈ નથી કરતા, તમને લોકો ચુંટીને લઈ આવ્યા છે મદદ માટે લઈ આવ્યા છે. તો તમે જે મદદ કરો છો એના તમે પ્રચાર શું કામ કરો છો. તમારી જવાબદારી છે કે તમારા વિસ્તારના લોકો માટે સમય આવે તમારે ઉભું રહેવું પડે, એમને મદદ કરવી પડે. તો આના માટે આટલો બધો પ્રચાર શું કરવા?

બાકી જો પ્રજાના બીજા કામ કરવા હોય તો તમને લોકોને સમય નથી મળતો પણ પોતાના પ્રચાર માટે આવા કપરા સમયને પણ તમે બહુ સારી રીતે ઉપયોગ કરો છો. અરે રે કુદરત તે ક્યાં કપરા સમય આપ્યા. આ સમય એમની નૈતિક ફરજનો છે નહીં કે આવા પોતાના પ્રચારની પબ્લિસિટી કરવાનો.

ADVERTISEMENT

ADVERTISEMENT

સોશિયલ મીડિયામાં તસવીર મૂકીને પછી ડિલીટ કરી
આટલું જ નહીં રિવાબા જાડેજા દ્વારા આ તસવીર સાથેના ફૂડ પેકેટ્સની તસવીરો સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરવામાં આવી હતી. જોકે બાદમાં પેકેટ પર પોતાની તસવીર વાળી પોસ્ટ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી નાખી હતી. નોંધનીય છે કે વાવાઝોડાની આફત સમયે અનેક સેવાભાવી સંસ્થાઓ લોકોની મદદે આવી છે છતાં તેઓ પોતાનો પ્રચાર કરતી નથી, પરંતુ આવા કપરા સમયમાં પણ નેતાજીને પ્રસિદ્ધિની ભૂખ ઓછી થતી નથી.

    follow whatsapp

    ADVERTISEMENT