‘સૌથી વધુ કોરોનાના કેસ ગુજરાતમાં છે પરંતુ ચિંતાની જરૂર નથી’, ઋષિકેશ પટેલે આપ્યું કારણ
Corona update : રાજ્ય સરકારે ગઇકાલે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના હાલના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે…
ADVERTISEMENT
Corona update : રાજ્ય સરકારે ગઇકાલે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના હાલના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ગુજરાતમાં વધતા કોરોનાના કેસ, જેટકો, કબૂતરબાજી અંગે મહત્ત્વની માહિતી આપી હતી.
ગુજરાતમાં હાલ ચિંતાજનક સ્થિતિ નથી : ઋષિકેશ પટેલ
ઋષિકેશ પટેલે આ વખતના બજેટ અંગે મહત્ત્વની વાતો જણાવી હતી. જેમા તેમણે જણાવ્યુ છે કે, આ વખતે પૂર્ણ કક્ષાનું બજેટ આપણે રજૂ કરી રહ્યા છીએ. જેથી કરીને માર્ચ પતતા પહેલા એટલે લોકસભાની ચૂંટણી પહેલા આ યોજનાઓની અમલવારી કરવામાં આવી શકે છે અને સૌથી વધુ કેસ આવવા પાછળનું કારણ પણ એ જ છે કે રાજ્યમાં જીનોમ સિકવન્સીનું કામ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે.આ 36 કેસમાંથી 22 રિકવર થઇ ગયા છે અને 14 હોમ આઇસોલેશનમાં છે. 27 ડિસેમ્બરના રોજ 800થી વધારે કેસની તપાસ કરવામાં આવી જેમાંથી 14 લોકો પોઝિટિવ આવ્યા છે. ગુજરાતમાં હાલ ચિંતાજનક સ્થિતિ નથી.
કોરોનાના કેસો વધતાં તંત્ર એલર્ટ
ઉપરાંત કોરોનાને લઈ રાજ્યમાં તૈયારીઓ વિશેની જાણકારી અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ આપી જેમાં તેમણે કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ હોસ્પિટલની સુવિધા કરવામાં આવી છે, 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક કાર્યરત કરાયા, 550થી વધારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને વેન્ટિલેટર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ સિવાય તેમણે લોકોને સલાહ આપી છે કે, જો શરદી,ખાંસી,તાવ હોય તો પોતાની જાતે દવા ન લેવી. 1 ડિસેમ્બર થી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા છે. કોરોનાનો પોઝીટીવીટી રેટ 0.86% રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત હાલ 66 એક્ટિવ કેસ, જેમાંથી અમદાવાદ કોર્પોરેશનમાં 47, રાજકોટ કોર્પોરેશનના 10, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 તેમજ દાહોદ, ગીરસોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠામાં 1-1 કેસ એક્ટિવ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT