રિબડા જુથનું પોલીસ સાથે ઘર્ષણ, જયરાજસિંહે કહ્યું ચકલું પણ ફર્ક્યું તો ભડાકે દઇશ
રાજકોટ : શહેરની ગોંડલ બેઠક પર આ વખતે સૌ કોઇની નજર છે. આ સીટ પર બે દિગ્જ જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ જાડેજા સામસામે મેદાને છે. બંન્ને…
ADVERTISEMENT
રાજકોટ : શહેરની ગોંડલ બેઠક પર આ વખતે સૌ કોઇની નજર છે. આ સીટ પર બે દિગ્જ જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ જાડેજા સામસામે મેદાને છે. બંન્ને દ્વારા ભાજપ પાસે ટિકિટનીમાંગ કરવામાં આવી હતી. જો કે ભાજપ દ્વારા રિબડા જુથને ટિકિટ અપાઇ નહોતી. ત્યાર બાદથી જ રિબડા જુથ અને જયરાજસિંહ સામસામે આક્રમક નિવેદનબાજી કરી રહ્યા છે. ચૂંટણીના દિવસે કંઇ અજુગતુ થાય તેવી આશંકા તંત્રને પણ છે. અનિરુદ્ધસિંહે ગોંડલ સીટ પુરતો કોંગ્રેસને ટેકો આપ્યો હતો. બીજી તરફ જયરાજસિંહે અનિરુદ્ધસિંહ અને તેના પિતા પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
ગોંડલ બેઠક પહેલાથી જ હાઇપ્રોફાઇલ રહી છે
ગોંડલ બેઠક પહેલાથી જ હાઇપ્રોફાઇલ રહી છે. તેમાં ક્ષત્રીય જુથો બાખડવાના કારણે વધારે ગરમ થઇ ચુકી છે. જો કે આજે રીબડામાં અનિરુદ્ધ સિંહની પોલીસ સાથે બોલાચાલી થઇ હતી. અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા કે, પ્રિસાઇડિંગ ઓફીસર જયરાજસિંહના એજન્ટ તરીકે કામ કરીર હ્યા છે. રીબડામાં 80 વર્ષથી વધારેની ઉંમરના વૃદ્ધો માટે મતદાન માટેની વ્યવસ્થા નથી. ગોંડલમાં જયરાજસિંહ મતદાન મથકથી ઇન્ટરવ્યું આપે છે. રીબડામાં મીડિયાને દુર રાખવામાં આવી રહ્યા છે.
રિબડા જુથ દ્વારા ભાજપના ઉમેદવારને હરાવવા માટે પ્રયાસ
અત્રે ઉલ્લેખનીય છે કે, રિબડા જુથ દ્વારા ભાજપના ઉમેદવાર ગીતા બા જાડેજાને હરાવવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. જયરાજસિંહ પણ કહી રહ્યા છે કે, રિબડામાં એક ચકલુ પણ ફરકે તો ભડાકે દેવાનું છે. જ્યારે રિબડા જુથ હરાવવા માટે પોતાની તમામ શક્તિ અને મશીનરી કામે લગાડી ચુક્યું છે. ત્યારે આ બેઠક ખુબ જ રસપ્રદ બન્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT