રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીના વિભાગો છીનવાયા, ભ્રષ્ટાચારની દિલ્હી સુધી ગઇ હતી ફરિયાદ: સુત્ર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ઢોલ નગારા વાગી રહ્યા છે તમામ પક્ષો પોતપોતાની રીતે દમ લગાવી રહ્યા છે. જો કે ચૂંટણી માહોલ જેમજેમ જામતો જાય છે તેમ મોટે ભાગે અધિકારીઓથી માંડીને ક્લાર્ક સુધી તમામની બદલીની સિઝન આવતી હોય છે. તમામ ધારાસભ્યો અને મંત્રીઓ કમર કસીને પોતપોતાની સરકાર લાવવા માટે કામે લાગી જતા હોય છે. જો કે આજે ભુપેન્દ્રપટેલ સરકાર દ્વારા ખુબ જ આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ આખે આખુ મંત્રીમંડળ ફેરવીને ગુજરાત સહિત સમગ્ર દેશને ચોંકાવી દેનાર ભાજપે હવે મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું રાજીનામું માંગી લીધું હોવાનો ગણગણાટ વહેતો થયો છે. જ્યારે માર્ગ અને મકાનવિભાગના મંત્રી પુર્ણેશ મોદીને પણ રાજીનામું સોંપી દેવા માટે જણાવી દેવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. બી.એલ સંતોષના ગુજરાત આગમન પહેલા ડેમેજ કંટ્રોલ કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો કે હાલ આ તમામ અટકળો છે આ અંગે સરકાર દ્વારા અધિકારીક રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. જો બીજી તરફ વિશ્વસ્ત સુત્રોનો દાવો છે કે તેમની પાસેથી રાજીનામાં નથી મંગાવ્યા કારણ કે જો રાજીનામા લેવાય તો સરકારની છબી ખરડાય તેમ હોવાથી તેમની પાસેથી મહત્વના મંત્રાલય લઇ લેવામાં આવ્યા છે. જેથી એક પ્રકારે નખ વગરના વાઘ બંન્ને મંત્રીઓને બનાવી દેવામાં આવે તેવી શક્યતાઓ છે. હાલ સુત્રોના હવાલાથી અલગ અલગ સમાચારો આવી રહ્યા છે જો કે બંન્નેને પાવરલેસ કરવામાં આવે તે વાત સંપુર્ણ શક્યતા છે

સ્વચ્છ અને નિડરતાની છબી માત્ર દેખાવ હતો?
રાજેન્દ્ર ત્રિવેદી પોતાની સ્વચ્છ અને નિડર છબીના કારણે લોકોમાં જાણીતા છે. તેઓએ અનેક મહેસુલી શાખાઓ અને લેન્ડ એન્ડ રેવન્યુને લગતી કામગીરી સરળ કરી હતી. આ ઉપરાંત તેઓ કોઇ અધિકારીની ફરિયાદ મળે તો ત્યાં જઇને સ્થળ તપાસ પણ કરતા હતા. હાલમાં જ ખેડા નડિયાદમાં 100 કરોડ રૂપિયાનું લેન્ડ જેહાદનો કિસ્સો પણ તેમની જાગૃતતાને કારણે બહાર આવ્યો હતો. તેવામાં તેમનું રાજીનામું કેમ લઇ લેવાયું? તે અંગે સુત્રોનો દાવો છે કે, એક જમીન ડીલમાં તેમણે 20 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. આ બાબતે છેક દિલ્લી સુધી ફરિયાદ થઇ હતી. જેના કારણે પક્ષ દ્વારા આ 20 કરોડ રૂપિયા જમા કરાવડાવી દેવાયા હતા આ ઉપરાંત રાજેન્દ્ર ત્રિવેદીનું રાજીનામું પણ માંગી લેવાયું હતું. રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી લેવાયેલું મહેસુલ ખાતુ હવે હર્ષ સંઘવી સંભાળશે તેવું પણ સુત્રો જણાવી રહ્યા છે.

કોન્ટ્રાક્ટરોને બચાવવા જતા દિલ્હી બેઠેલા ભગવાને ‘એક્ટ’ કર્યું!
બીજી તરફ દક્ષિણ ગુજરાતનાં જ દિગ્ગજ નેતા પુર્ણેશ મોદી પણ પોતાનાં વાણીવિલાસના કારણે વારંવાર સમાચારોમાં આવતા રહેતા હતા. હાલમાં જ તેમણે કરેલા એક્ટ ઓફ ગોડના નિવેદનના કારણે સરકાર ખુબ જ ટ્રોલ થઇ હતી. વિપક્ષે પણ આ વાતને મુદ્દો બનાવતા સરકાર ખાસીયાણી પડી હતી. જેના કારણે આખરે તેમને પણ ભગવાનના નામે રાજીનામુ માંગી લેવાયું હતું. જો કે તેમની પાસેથી છીનવાયેલું માર્ગ અને મકાન વિભાગ છિનવી લેવામાં આવ્યું છે. પુર્ણેશ મોદીનો વિભાગ હવે જગદીશ પંચાલ અથવા તો મુખ્યમંત્રી પોતે સંભાળે તેવી શક્યતા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT