ભરૂચના યુવાનોનું પક્ષીઓને બચાવવા અનોખુ અભિયાનઃ 13 વર્ષથી ચાલતો સેવાયજ્ઞ
ભરૂચઃ હાલમાં ગરમીનો પારો હાઈ છે ત્યારે માણસ જ નહીં પણ પક્ષીઓ પણ ડિહાઈડ્રેશનનો શિકાર થતા હોય છે. ભરૂચમાં રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશનની ટીમ દ્વારા…
ADVERTISEMENT
ભરૂચઃ હાલમાં ગરમીનો પારો હાઈ છે ત્યારે માણસ જ નહીં પણ પક્ષીઓ પણ ડિહાઈડ્રેશનનો શિકાર થતા હોય છે. ભરૂચમાં રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશનની ટીમ દ્વારા ઝાડેશ્વર વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી પક્ષીઓના બચાવ કાર્યો કરતા આવી રહ્યા છે. ઉત્તરાયણમાં પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર હોય કે પછી પક્ષીઓને પાણી માટે બાઉલનું વિતરણ હોય. આ ટીમ સાથે રહીને તમામ કાર્યો કરે છે.
ચાલુ વર્ષે 150થી વધુ પક્ષીઓને બચાવ્યા
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં પક્ષીઓ માટે Rescue and rehab Foundation થકી સેવાયજ્ઞ કરી રહેલા યુવાનોની ટીમ 20 વ્યક્તિની છે પરંતુ ઉત્તરાયણ જેવા સમયમાં આ ટીમ 50ની પણ થઈ જતી હોય છે. Rescue and rehab Foundationના સંસ્થાપક આકાશ પટેલ તો છેલ્લા 13 વર્ષથી નવસારીમાં બર્ડ રેસ્ક્યૂના કામ સાથે જોડાયેલા હતા જે પછી તેઓ ભરૂચ આવ્યા અને અહીં ઝાડેશ્વર વિસ્તારમાં તેમણે આ કામગીરીની શરૂઆત કરી હતી. જે પછી કામગીરીને સંસ્થાનું સ્વરૂપ આપ્યું હતું. Rescue and rehab Foundation ફાઉન્ડેશનમાં ચકલી, બગલા, કબુતર વગેરે પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવે છે. ગયા વર્ષે જ 220થી વધારે પક્ષીનું રેસ્ક્યૂ કર્યું હતું અને આ વર્ષે 150થી વધુ પક્ષીઓને બચાવ્યા છે.
પાકિસ્તાનમાં સ્થિતિ વણસી, ઈમરાનના સમર્થકોએ વિરોધના નામે લૂંટ ચલાવી
અબોલ જીવો ડિહાઈડ્રેટ ના થાય તે માટે બાઉલનું વિતરણ
આકાશ પટેલ અને તેમની સાથેના મૃગેશ શાહ, પ્રાચી પટેલ, અંકુર પટેલ સહિતના સભ્યો કોઈપણ પ્રકારનો ચાર્જ વસુલ્યા વગર વિનામુલ્યે ગરમીના સમયમાં પશુ પક્ષીઓને ડિયાઈડ્રેશન ન થાય તે માટે બાઉલનું પણ વિતરણ કરે છે. તેઓ લોકોને નિઃશુલ્ક બાઉલ આપે છે. ટીમના લોકો પોતાના રૂપ્યે તેમજ ફંડ ભેગુ થાય તો તેનાથી સેવાકાર્યો કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT