ખડગેના ‘રાવણ’ નિવેદનથી ભડકેલા ભાજપે ગોધરા કલેક્ટરને આપ્યું આવેદન, કહ્યું ‘સખત પગલાં લો’

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગોધરાઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના સપૂત અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની 100 માથા વાળા રાવણની સાથે કરતા ભારતીય જનતા પાર્ટી ગોધરાના કાર્યકરો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ભાજપે સખત શબ્દોમાં વિરોધ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરી સખતમાં સખત પગલાં લેવામાં આવે તે માટે માંગ કરવામાં આવી હતી.

ભાજપ કાર્યકરોએ ગણાવ્યું મોદીનું અપમાન
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ ચરણના પડઘમ 29 નવેમ્બરના રોજ શાંત થવાના હતા તેના થોડાક કલાક પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદમાં ચૂંટણી પ્રવાસે હતા ત્યારે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં એક જન સભામાં તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નિવેદન કર્યું હતું અને તેમની સરકારને 100 માથાના રાવણની હોવાનું કહેતા ભાજપ કાર્યકરોને આ મોદીનું અપમાન થયાનું લાગ્યું હતું. તેઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100 માથા વાળા રાવણ સાથે સરખામણી કરી હોવાનું જણાવી તે સંદર્ભે નારાજગી વ્યક્ત કરી હતી.

જિલ્લા કલેક્ટરને આવેદન
દેશના સૌથી જૂના રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષ ચૂંટણી ટાણે મોદી પર કરેલી ટિપ્પણી પછી ગોધરા ભારતીય જનતા પાર્ટીએ આ નિવેદનનો સખત વિરોધ કર્યો છે. દેશના વડાપ્રધાનનું આવું અપમાન ક્યારેય સાખી લેશે નહીં અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત તેનો વિરોધ કરશે તેવું તેમનું કહેવું હતું. મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને આકરા શબ્દોમાં વખોડી તેમના ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે તે માટે ગોધરા જિલ્લા કલેક્ટરને ગોધરાના ભાજપના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ADVERTISEMENT


(વીથ ઈનપુટઃ શાર્દુલ ગજ્જર, ગોધરા)

    follow whatsapp

    ADVERTISEMENT