Ram Mandir Pran Pratishtha : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણના અસ્વીકાર પર ગુજરાત કોંગ્રેસના નેતાનો હાઈકમાન્ડ સામે વિરોધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ram Mandir Inauguration : કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાના આમંત્રણનો અવિકાર કરી દીધો છે. પાર્ટી દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જેને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવ્યો છે. હવે આ વાતને લઈને ગુજરાત કોંગ્રેસમાં જ એક નવો વિવાદ શરૂ થયો છે. ગુજરાત કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું ટ્વિટ સામે આવ્યું છે.

જાણો શું કહ્યું અર્જુન મોઢવાડિયાએ

અર્જુન મોઢવાડિયાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, ભગવાન શ્રી રામ એક આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને આસ્થાની વાત છે. કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઇએ. આ વાતથી એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના નિર્ણય પર અર્જુન મોઢવાડિયા નારાજ થયા છે.

ADVERTISEMENT

શક્તિસિંહ ગોહિલનું નિવેદન

કોંગ્રેસ દ્વારા આજે જાહેર કરવામાં આવ્યું હતું કે, તે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. જેને લઈ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પક્ષના નિવેદનને જોયા કે સમજ્યા વગર અને કેટલાક જાણી જોઈને રામ મંદિરના આમંત્રણ અંગે જૂઠાણું ચલાવે છે . દેશના કરોડો લોકોની ભગવાન શ્રી રામની આસ્થાની સાથે કોંગ્રેસ પક્ષ છે. રામ મંદિરને રાજકીય મુદ્દો બનાવી જે મંદિરનું કામ હજુ પૂર્ણ થયું નથી તેનું માત્ર ચૂંટણી આવતી હોય પ્રતિષ્ઠા ખોટા સમયે થઈ રહી છે . મંદિર પૂર્ણ થયા વગર પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નાથી ત્યારે કોઇ રાજકીય ફાયદા માટે બીજેપી કાર્યક્રમ આપે છે તેનો હિસ્સો ના થઈ શકાય. અમે યોગ્ય સમયે દર્શન કરીશું.

ADVERTISEMENT

કોંગ્રેસે શું જાહેરાત કરી હતી

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને અયોધ્યામાં યોજાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ અંગત બાબત છે.

ADVERTISEMENT

પરંતુ RSS/BJP એ લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને એક રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધું છે. તેમણે વધુમાં કહ્યું કે અધૂરા મંદિરનું ઉદ્ઘાટન સ્પષ્ટપણે ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા ચૂંટણીમાં ફાયદા માટે કરવામાં આવી રહ્યું છે. 2019ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને અનુસરીને મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, અધીર રંજન ચૌધરી અને ભગવાન રામના લાખો ભક્તોની લાગણીને માન આપીને RSS/BJP તરફથી આ કાર્યક્રમના આમંત્રણને સ્પષ્ટ અને આદરપૂર્વક નકારી કાઢ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT