અમદાવાદમાં જૈનોની રેલી, ત્રણ દિવસમાં કાર્યવાહી કરવા માટેની ચીમકી ઉચ્ચારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : જૈન સમાજ દ્વારા સમગ્ર દેશ અને રાજ્યના વિવિધ શહેરમાં રેલી યોજવામાં આવી હતી. શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરીરાજ પર બની રહેલા ગેરકાયદે દબાણો અને મકાનોને અટકાવવાની માંગ સાથે રેલીનું આયોજન કરાયું હતું. અમદાવાદના પાલડી ચાર રસ્તાથી RTO સર્કલ સુધી રેલી યોજવામાં આવી હતી, ત્યારે સુરતમાં પણ જૈન સમાજે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. પાલીતાણામાં જૈન મંદિર પર હુમલાના વિરોધમાં આરોપીને સજા આપવાની માંગ સાથે રેલી આયોજીત કરવામાં આવી હતી.

ગુજરાતના તમામ મોટા શહેરોમાં રેલીનું આયોજન
ગુજરાતમાં અમદાવાદ, સુરત, ભાવનગર જેવા વિવિધ મહાનગરોમાં સમસ્ત જૈન સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદના પાલડી ચાર રસ્તાથી સવારે 9 વાગ્યે રેલી શરૂ કરવામાં આવી હતી. જે 6 કિલોમીટર જેટલુ અંતર કાપીને બપોરે RTO સર્કલ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. અહીં જૈન સમાજના વિવિધ ધર્મગુરૂ અને ગચ્છાધિપતિઓએ વિશાળ મેદનીને સંબોધિત કરી હતી. કલેક્ટરને આવેદન પત્ર આપવાની સાથે સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું.

ગુજરાતના મોટા ભાગના જૈનોમાં રોષ જોવા મળી રહ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે, અસામાજિક તત્વોની વિરુદ્ધ સમગ્ર ગુજરાતના જૈનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતના મોટા ભાગના શહેરો અને તાલુકાઓમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતમાં જૈન સમાજ દ્વારા મહારેલી આયોજન હતું. પાલીતાણા જૈન મંદિર પર હુમલાને પગલે રેલીનું આયોજન કરાયું હતું. મંદિરમાં તોડફોડ કરનારાને સજા આપવાની માગ સાથે રેલી યોજાઈ હતી. સુરતના વનિતા આશ્રમથી રેલી યોજાઈ હતી. મોટી સંખ્યામાં જૈન સમાજના સેંકડો લોકો રેલીમાં જોડાયા હતાં.

ADVERTISEMENT

સમ્મેદ શીખર બાબતે પણ જૈન સમાજમાં ભારે રોષની લાગણી
છેલ્લા ઘણા સમયથી જૈન સમાજ દ્વારા સંમ્મેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરવા ઉપરાંત ગિરીરાજ શિખર પર તોડફોડ, ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દુર કરવા અને અસામાજિક તત્વોના ત્રાસ સહિતના મુદ્દાઓ પર વારંવાર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. જો કે હવે જૈન સમાજ ઉગ્ર સ્વરૂપે સમગ્ર મામલે કાર્યવાહીની માંગ કરી રહ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT