PM મોદી પણ હતા જેમના યૌગીક જ્ઞાનના ચાહક તેવા રાજશ્રી મુનિનું ”કાયાવહરોહણ”

ADVERTISEMENT

gujarattak
social share
google news

કાલોલ : પંચમહાલ લકુલીશ યુનિવર્સિટીના સ્થાપક રાજશ્રી મુનિ બ્રહ્મલીન થયા છે. વહેલી સવારે આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ સાબિત થયો હતો. લાઇફ મિશન અંતર્ગત રાજર્ષિ મુનિએ ગુજરાત, ભારત અને સમગ્ર વિશ્વમાં યોગાભ્યાસ કરવા માટે અનેક સેન્ટરો શરૂ કર્યા હતા. યોગ યુનિવર્સિટી પણ શરૂ કરી હતી. રાજશ્રી મુની ખુબ જ મોટો અનુયાયી વર્ગ ધરાવતા હતા. પાંચમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજશ્રી મુનીને 43 વર્ષથી સાધના બદલ યોગ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. PM મોદીને લકુલીશ મુની પ્રત્યે અનન્ય આસ્થા હતી. મુની દ્વારા સ્થાપિત યોગ યુનિવર્સિટીનું ઉદ્ધાટન પણ વડાપ્રધાને જ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ પણ સમાચાર મળતાની સાથે જ ટ્વીટ કરીને ખેદ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે, લકુલીશ પરંપરાના કુલગુરૂ સ્વામી રાજર્ષિ મુનીના બ્રહ્મલીન થયાના સમાચાર દુખદ છે. તેઓ વર્ષો સુધી યોગના સંવર્ધન માટે અને વિકાસ માટે કાર્ય કર્યું છે. સદ્ગતના આત્માની શાંતિ અર્થે અંતરમનથી પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના પાઠવું છું.

વર્ષ 2012 માં દેશની પ્રથમ યોગ યુનિવર્સિટીની રાજર્ષિ મુની દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. જેનું ઉદ્ધાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આજે કાલોલમાં મલાવ ખાતે સવારે 08.30 વાગ્યે રાજશ્રી મુનિના અંતિમ દર્શન કરી શકાશે. જો કે 11 વાગ્યા બાદ તેઓએ વડોદરા નજીક આવેલા કાયાવરોહણ ખાતે તેમના પાર્થિવ દેહને લઇ જવાશે. 31 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે રાજ રાજેશ્વર (જાખણ) ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ADVERTISEMENT

લકુલીશ મુનીના પ્રયાસોથી લાઇફ મિશન અંતર્ગત રશિયા, અમેરિકા, કેનેડા, તાઇવાન, ઇટાલી સહિત અનેક દેશોમાં યોગ સેન્ટર ચાલી રહ્યા છે. આ ઉપરાંત વિદેશથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લકુલીશ વિદ્યાલયમાં યોગની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે આવે છે. હાલમાં યોગ ગુરૂ તરીકે અનેક દેશોમાં આ વિદ્યાલયના વિદ્યાર્થીઓ યોગની સુવાસ ફેલાવી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT