રાજશ્રી મુનિના પાર્થિવ દેહના દર્શનાર્થે મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરેન્દ્રનગરઃ બુધવારે સવારે આવેલો હાર્ટ એટેકને કારણે રાજશ્રી મુનિનું હાર્ટ એટેક આવતા વડોદરાની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. મહત્ત્વનું છે કે તેમણે યોગાભ્યાસ અને લાઈફ મિશન અંતર્ગત વિવિધ સેન્ટરો શરૂ કર્યા છે. તેવામાં આજે બુધવારે રાજશ્રી મુનિના અંતિમ સંસ્કારની વિધિ કરાશે. નોંધનીય છે કે PM મોદીને લકુલીશ મુની પ્રત્યે અનન્ય આસ્થા હતી. મુની દ્વારા સ્થાપિત યોગ યુનિવર્સિટીનું ઉદ્ધાટન પણ વડાપ્રધાને જ કર્યું હતું.

અંતિમ દર્શન કરવા અનુયાયીઓની ભીડ ઉમટી
લીંબડી તાલુકાના જાખણ ગામમાં સ્થિત રાજેશ્વર ધામમાં સવારે 11 વાગ્યે બ્રહ્મલીન સ્વામી રાજશ્રીની અંતિમ વિધિ કરાઈ હતી. તેમના અંતિમ દર્શન કરવા માટે દેશભરથી સંતો મહંતો, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં અનુયાયીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તમામ અનુયાયીઓ ભાવુક થઈ ગયા હતા.

ADVERTISEMENT

PM મોદીએ પણ ટ્વીટ કરી માહિતી આપી
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ પણ સમાચાર મળતાની સાથે જ ટ્વીટ કરીને ખેદ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે, લકુલીશ પરંપરાના કુલગુરૂ સ્વામી રાજર્ષિ મુનીના બ્રહ્મલીન થયાના સમાચાર દુખદ છે. તેઓ વર્ષો સુધી યોગના સંવર્ધન માટે અને વિકાસ માટે કાર્ય કર્યું છે. સદ્ગતના આત્માની શાંતિ અર્થે અંતરમનથી પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના પાઠવું છું.

ADVERTISEMENT

તાઈવાન ઈટાલી સહિત અનેક દેશમાં યોગ કેન્દ્ર ચાલે છે
લકુલીશ મુનીના પ્રયાસોથી લાઇફ મિશન અંતર્ગત રશિયા, અમેરિકા, કેનેડા, તાઇવાન, ઇટાલી સહિત અનેક દેશોમાં યોગ સેન્ટર ચાલી રહ્યા છે. આ ઉપરાંત વિદેશથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લકુલીશ વિદ્યાલયમાં યોગની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે આવે છે. હાલમાં યોગ ગુરૂ તરીકે અનેક દેશોમાં આ વિદ્યાલયના વિદ્યાર્થીઓ યોગની સુવાસ ફેલાવી રહ્યા છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: સાજીદ બેલિમ)

 

    follow whatsapp

    ADVERTISEMENT