રાજકોટમાં માતાએ બે બાળકોની હત્યા બાદ એસિડ પીને જીવન ટૂંકાવ્યું, વીડિયો બનાવી પતિ પર કર્યા ગંભીર આક્ષેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજકોટના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં ધ્રૂજાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. માતાએ જ પોતાના બે સગા બાળકોની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. હાલમાં પતિના ત્રાસના કારણે મહિલાએ આ પ્રકારનું જીવલેણ પગલું ભર્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે માલવિયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

3 વર્ષના દીકરા અને 3 માસની દીકરીને ટૂંપો આપી દીધો
વિગતો મુજબ, રાજકોટના આંબેડકરનગરમાં મનીષા પરમાર નામની મહિલાએ પોતાના 3 વર્ષના દીકરા અને 3 મહિનાની માસુમ દીકરીને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધા અને બાદમાં પોતે પણ જીવન ટૂંકાવી લીધું હતું. આપઘાત પહેલા મનીષાએ એક વીડિયો બનાવીને ફેસબુક પર અપલોડ કર્યો હતો. જેમાં તે આ માટે તેનો પતિ સાગર પરમાર જવાબદાર હોવાનું કહી રહી છે. સાથે જ પતિ અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ રાખતો હોવાનો ઉલ્લેખ આ વીડિયોમાં કર્યો છે.

ADVERTISEMENT

વીડિયો બનાવી પતિને જવાબદાર ગણાવ્યો
વીડિયોમાં મનીષા કહી રહી છે, હું મરી જઉં છું. આનો જવાબદાર મારો ઘરવાળો સાગર પરમાર છે. તે બધી છોકરીઓને મારીને આ રીતે હેરાન કરે છે અને પૈસા પડાવે છે. સાંઈબાબા ચોકમાં સરકારી દવાખાનામાં ઉપર રહે છે, તે જવાબદાર છે. હું મરી જાઉં છું અને મારા બે છોકરાને મારી નાખું છું. આના માટે મારા મમ્મી-પપ્પા કોઈ જવાબદાર નથી.

    follow whatsapp

    ADVERTISEMENT