રાજકોટમાં ધો.10નો વિદ્યાર્થી ધો.12ની વિદ્યાર્થિનીને ભગાડી ગયો, સ્લીપર બસમાં 5 વખત સંબંધો બાંધ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજકોટમાં વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધો.10 અભ્યાસ કરતા 15 વર્ષનો વિદ્યાર્થી ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ભગાડી ગયો. ઘરેથી ભાગ્યા બાદ બંને જુદા જુદા શહેરોમાં ફરતા રહ્યા અને આ દરમિયાન વિદ્યાર્થીએ સ્લીપર કોચ બસમાં વિદ્યાર્થિની સાથે પાંચ વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. પોલીસે બંનેને પોરબંદરમાંથી પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

3 મહિના પહેલા સગીરા પ્રેમી સાથે વાત કરતા પકડાઈ હતી
વિગતો મુજબ, ગોંડલ હાઈવે પર રહેતી સગીરા કોઠારિયા ચોકડી પાસે આવેલી સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરે છે. સગીરાને પાડોશમાં રહેતા ધો.10ના વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધ હોવાથી બંનેએ ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું હતું. જે બાદ ગત 5 જુલાઈના રોજ સગીરા સ્કૂલે પહોંચી ત્યાંથી સગીર પ્રેમી તેને ભગાડી ગયો. મોડે સુધી દીકરી ઘરે ન આવતા માતા-પિતા ચિંતામાં મુકાયા હતા. 3 મહિના પહેલા દીકરી પ્રેમી સાથે ફોનમાં વાત કરતા પકડાઈ હતી. એવામાં સગીર યુવક પર શંકાના આધારે વાલીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

પોરબંદરથી પોલીસે બંનેને પકડ્યા
બનાવને પગલે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.આઈની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને સગીર-સગીરાનું લોકેશન પોરબંદરથી મળી આવ્યું હતું. જે બાદ તેમને ત્યાંથી પકડીને પૂછપરછ માટે લવાયા હતા. જેમાં સગીરે પોલીસને જણાવ્યું હતું કે, તેઓ ખાનગી ટ્રાવેલ્સમાં અમદાવાદ ત્યાંથી સુરત, પછી અમદાવાદ અને ફરી સુરત ફર્યા હતા. પછી અમદાવાદથી દ્વારકા અને પોરબંદર આવ્યા હતા.

ADVERTISEMENT

હોટલમાં પ્રવેશ ન મળતા બસમાં ફરતા
વધુમાં સગીરે જણાવ્યું હતું કે, તેની પાસે 35000 રૂપિયા હતા જેમાંથી તે ખર્ચ કરતો હતો. જોકે તેની પ્રેમિકા પાસે આઈડી પ્રૂફ ન હોવાથી તેમને હોટલમાં પ્રવેશ અપાયો નહોતો, આથી તેઓ સ્લીપર બસના કોચમાં જ ફરતા અને એક શહેરથી બીજા શહેર જતા સમયે બસમાં જ 5 વખત શરીર સંબંધ બાંધ્યા હતા. હાલમાં પોલીસે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT