રાજકોટના MLA દર્શિતા શાહને The Kerala Storyનું કેમ કરવું પડ્યું પ્રમોશન? લવ જેહાદનો મુદ્દો લાવી કહ્યું…
રાજકોટઃ રાજકીય નેતાઓ અને પક્ષોનો હંમેશા ધર્મ એ ફેવરીટ સબ્જેક્ટ રહ્યો છે. હાલમાં જ ધર્મોને લઈને ઠેરઠેર રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્ર વિરોધી માનસીકતાઓને છત્તી કરવા…
ADVERTISEMENT
રાજકોટઃ રાજકીય નેતાઓ અને પક્ષોનો હંમેશા ધર્મ એ ફેવરીટ સબ્જેક્ટ રહ્યો છે. હાલમાં જ ધર્મોને લઈને ઠેરઠેર રાષ્ટ્ર પ્રેમ અને રાષ્ટ્ર વિરોધી માનસીકતાઓને છત્તી કરવા માટે બિલાડીની ટોપની જેમ સંસ્થાઓના આગેવાનો, નેતાઓ, કાર્યકરો, લોકો પણ સામે આવ્યા છે. ઘણી ઘટનાઓમાં તો કાયદેસરની કાર્યવાહી પણ થઈ છે. ત્યારે હમણાં જ ધ કેરાલા સ્ટોરી ફિલ્મને લઈને ભારે ચર્ચાઓનો દૌર શરૂ થયો છે. બંને પક્ષે લોકો ફિલ્મની સરાહના તો ક્યાંક ફિલ્મને જાકારો પણ મળી રહ્યો છે. આવા સંજોગોમાં રાજકોટના ધારાસભ્યએ ગુજરાત સરકારને આ ફિલ્મ ગુજરાતમાં કર મુક્ત કરવાની માગ કરી છે.
મહિલા પહેલવાનોએ કરી બ્રિજભૂષણ સિંહ સામે રાઉઝ એવેન્યુ કોર્ટમાં અરજી
રાજકોટના ધારાસભ્યોને કેમ કરવું પડ્યું ફિલ્મનું પ્રમોશન
રાજકોટના ધારાસભ્ય દર્શીતા શાહે ધ કેરાલા ફિલ્મનું પ્રમોશન કેમ કરવું પડ્યું? આ અંગેના સવાલનો જવાબ તેમની જ આ સ્પીચમાં મળી જાય છે. પત્રકારો સાથેની વાતચિત દરમિયાન તેમણે કહ્યું કે, હાલમાં જ આવેલી ધ કેરાલા સ્ટોરી ફિલ્મને કરમુક્ત કરવાની ભલામણ અમે મુખ્યમંત્રીને કરી છે. આવી ફિલ્મો જે સત્ય ઘટના પર આધારિત હોય તેને જોઈ હિન્દુ છોકરીઓ જે લવ જેહાદમાં ફસાઈ જાય છે તેમને આ ફિલ્મ વધુને વધુ જોવા મળે, તેનો પ્રચાર થાય. તો હિન્દુ દીકરીઓ-માતાઓ જુએ અને લવ જેહાદની ઘટનાઓ આગામી દિવસોમાં ન બને તે માટે ફિલ્મનો વધુ પ્રચાર કરવા માટે મુખ્યમંત્રીને ભલામણ કરવામાં આવી છે. ગુજરાત પહેલાથી જ સુરક્ષીત રાજ્ય છે. કેરળ પણ એટલું જ સુંદર અને સુરક્ષીત છે પણ આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે આ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું છે.
ખોડલધામ દ્વારા બહેનોને આ ફિલ્મ બતાવવાનું મોટું આયોજન
ધારાસભ્ય દર્શીતા શાહ સાથે ધારાસભ્ય રમેશ ટીલાળા પણ જોડાયા હતા. તેમણે કહ્યું કે, આ કેરાલા સ્ટોરી ફિલ્મને કર મુક્ત કરવાની રજૂઆત થઈ છે. અમારો પટેલ સમાજ બહોળી સંખ્યામાં ગુજરાતમાં વસે છે. ખોડલધામ દ્વારા પણ બહેનોને જાગૃત કરવા અને ફિલ્મ બતાવવા માટે મોટા પ્રમાણમાં આયોજન કરવાના છીએ. અમારી રજૂઆત છે કે આવી દીકરીઓની સગીર વય હોય ત્યારે તેની સાથે આવી ઘટના થતી હોય છે, બાદમાં મેચ્યોરિટી આવ્યા પછી તેને ભુલ સમજાતી હોય છે. ઘણી સંસ્થાઓ અને પોલીસ તેવી દીકરીઓને પાછી લાવવામાં મદદ કરતી હોય છે.
ADVERTISEMENT
ગાંધીનગરઃ બસ સ્ટેન્ડ પર ઉભેલા લોકોને ક્યાં ખબર હતી મોત આવી રહ્યું છે- જુઓ CCTV
(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા)
ADVERTISEMENT