રાજકોટ લવ-જેહાદ ઘટનામાં નવો વળાંક, યુવતીએ વીડિયો બનાવી માતા-પિતા પર કર્યા ગંભીર આક્ષેપ
રાજકોટ: રાજકોટમાં લવ જેહાદના મામલામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. માતા-પિતા દ્વારા તેમની દીકરીને વિધર્મી ક્રિકેટ કોચ દ્વારા પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો…
ADVERTISEMENT
રાજકોટ: રાજકોટમાં લવ જેહાદના મામલામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. માતા-પિતા દ્વારા તેમની દીકરીને વિધર્મી ક્રિકેટ કોચ દ્વારા પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ વચ્ચે હવે પીડિત યુવતીએ પહેલા વીડિયો બનાવીને આ તમામ આરોપોને ખોટા અને પાયા વિહોણ બતાવ્યા હતા અને બાદમાં કોર્ટમાં હાજર થઈ હતી.
લવ જેહાદના આરોપો પર શું બોલી યુવતી?
વિગતો મુજબ, રાજકોટના એક દંપતીએ આક્ષેપ કર્યો હતો કે તેમની દીકરીને 4 વર્ષ પહેલા 17 વર્ષની ઉંમરે મહેબૂબ બુખારી નામના ક્રિકેટ કોચે પ્રેમજાળમાં ફસાવી હતી. 26મી જૂનથી યુવતી ગાયબ થઈ જતા પરિવારે કોલેજ સંચાલકોને સંપર્ક કર્યો હતો, જે બાદ આખો મામલો પોલીસ કમિશનર સુધી પહોંચતા પોલીસે લવ જેહાદના એંગલથી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ ક્રિકેટ કોચિંગ કરતા વિધર્મી યુવકને પકડીને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. જે બાદ યુવતીએ એક વીડિયો બનાવીને વાઈરલ કર્યો છે, જેમાં તે પોતાના માતા-પિતાએ લગાવેલા તમામ આરોપો ખોટો હોવાનું કહી રહી છે.
માતા-પિતાના ત્રાસના કારણે ઘર છોડ્યું
વીડિયોમાં યુવતી બોલે છે કે, 26 જૂનથી હું મારા માતા-પિતાના ત્રાસના કારણે ઘરેથી નીકળી ગઈ છું. હાલ સમાચારમાં જે બધું આવી રહ્યું છે તે બધા આક્ષેપો ખોટા છે. હું અત્યારે મારા અલગ-અલગ મિત્રોના ઘરે રહું છું.મારા પર જે આક્ષેપો નાખેલા છે કે હું ઘરેથી દાગીના લઈને મહેબૂબ બુખારીને આપતી તે તદ્દન પાયાવિહોણું છે. વીડિયોમાં પણ એવું કહ્યું છે કે મારી સાથે ખરાબ કૃત્ય થયું છે, તો મારી સાથે ગેરકૃત્ય થયેલું નથી. આ તદ્દન બધી વસ્તુ ખોટી છે.
ADVERTISEMENT
આ બાદ યુવતી કોર્ટમાં પણ હાજર થઈ હતી, જ્યાં તેણે પોતાના માતા-પિતા પર જ ગંભીર આક્ષેપ કર્યા હતા. મીડિયા સામે યુવતીએ કહ્યું હતું કે, હું મારા મા-બાપના ત્રાસથી 26 તારીખે ઘરેથી નીકળી ગઈ છું. તેઓ મને મારે છે, મારી મરજી વિરુદ્ધ લગ્ન કરાવવાની કોશિષ કરે છે અને નાનપણથી મને ટોર્ચર કરતા આવ્યા છે, માથામાં છરી મારે છે.
માતા-પિતાએ અગાઉ શું આક્ષેપ કર્યા હતા?
વિગતો મુજબ, રાજકોટના પરિવારની દીકરી કુંડલિયા કોલેજમાં અભ્યાસ કરતી હતી. 17 વર્ષની હતી ત્યારથી યુવતીને ક્રિકેટનો શોખ હતો, એવામાં તે ક્રિકેટનું કોચિંગ આપતા મહેબૂબ બુખારીના સંપર્કમાં આવી. ત્યારથી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. સાથે જ પરિવારનું કહેવું છે કે, વિધર્મી આરોપીએ તેમને ધમકી પણ આપી હતી કે, તારી છોકરી 17 વર્ષની હતી ત્યારથી બળાત્કાર ગુજારું છું, થાય તે કરી લેજો.’ હજુ સુધી આરોપીએ યુવતી સાથે લગ્ન નથી કર્યા પરંતુ તેને હોસ્ટેલના રૂમમાં રાખતો હોવાનો આક્ષેપ કરાયો છે.
ADVERTISEMENT
ઘરમાં ચોરી કરી આરોપીને પૈસા અને દાગીના આપી દેતી
આ સાથે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, વિધર્મી પ્રેમી બુખારીએ યુવતીને ફસાવીને તેનું નામ પણ બદલાવી નાખ્યું છે. યુવતી ઘરમાંથી દાગીના અને રોકડની પણ ચોરી કરતી અને તેને મહેબુબ બુખારીને આપી દેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT