જેતપુરમાં મજૂર ટ્રેક પર ફોનમાં વાતો કરતો હતો અને ટ્રેન આવી, બચાવવા જતા બીજો મજૂર પણ અડફેટે આવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajkot News: રાજકોટ જિલ્લામાં ટ્રેનની અડફેટે બે પરપ્રાંતિય મજૂરો ટ્રેનની અડફેટે આવી ગયા હોવાની માહિતી સામે આવી રહી છે. ઘટનામાં એક શ્રમિકનું મોત નિપજ્યું છે, તો અન્ય એક શ્રમિક હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો મોરબીમાં પણ રોડની સાઈડમાં ઊભેલા પરિવારને કન્ટેનરે અડફેટે લેતા 2 લોકોના મોત નિપજ્યા હતા.

પાટા પર બેસીને ફોનમાં વાતો કરતો હતો મજૂર

રાજકોટના જેતપુરમાં ટ્રેનના પાટા ઉપર એક મજૂર મોબાઈલમાં ઈયરફોન લગાવીને ફોન પર વાતો કરી રહ્યો હતો. અચાનક ટ્રેન આવી ગઈ પરંતુ તેને સંભળાયું નહીં. આથી બીજો મજૂર તેને બચાવવા માટે દોડ્યો. આ દરમિયાન બંને મજૂર ટ્રેનની અટફેડે આવી ગયા હતા, જેમાંથી એકનું મોત નિપજ્યું હતું, તો અન્ય એક ઈજાગ્રસ્ત થઈ જતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

હળવદમાં કન્ટેનરે પરિવારને કચડ્યો

ત્યારે આ પ્રકારની વધુ એક ઘટના મોરબીના હળવદમાં પણ બની હતી. જેમાં રણજીતગઢ ગામના પાટિયા પાસે હાઈવે પર પરિવાર ઊભો હતો. દરમિયાન કન્ટેનર ચાલકે અચાનક કાબુ ગુમાવતા પરિવાર પર ફરી વળ્યું હતું. જેમાં 15 વર્ષની સગીરા અને 7 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું. તો કન્ટેનર ચાલક અને વાડીના માલિકને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT