ગરબાના પાસ પર 18% GST: ખેલૈયાઓને રાહત આપવા રાજકોટના સૌથી મોટા ગરબા આયોજકે કાઢ્યો ઉપાય
નીલેશ શીશાંગીયા/રાજકોટ: નવરાત્રિ માતાજીની આરાધના નો તહેવાર છે અને આખી દુનિયામાં નવરાત્રિના ગરબાથી જ ગુજરાત અને ગુજરાતીઓની ઓળખ છે, પરંતુ હવે નવરાત્રિના પાસ પર સરકારે…
ADVERTISEMENT
નીલેશ શીશાંગીયા/રાજકોટ: નવરાત્રિ માતાજીની આરાધના નો તહેવાર છે અને આખી દુનિયામાં નવરાત્રિના ગરબાથી જ ગુજરાત અને ગુજરાતીઓની ઓળખ છે, પરંતુ હવે નવરાત્રિના પાસ પર સરકારે 18 ટકા GST નાખતા તેના કારણે ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ રાજકીય પક્ષો પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે નવરાત્રિમાં માની આરાધના કરતા ખેલૈયાઓને GST ન ચૂકવવો પડે તે માટે ગરબા આયોજકોએ નવો રસ્તો કાઢ્યો છે.
રાજકોટનું સૌથી મોટું સુરભી રાસોત્સવ
રાજકોટનું સૌથી મોટું આયોજન સુરભી રાસોત્સવ છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યું છે, ખૈલેયાઓને કોઈ પણ તકલીફ ના પડે એ માટે સુરભી રાસોત્સવ હંમેશા તત્પર રહે છે ત્યારે નવરાત્રી પર આ વર્ષે ખૈલેયાઓ પર GST નું ગ્રહણ સરકારે લગાવ્યું છે તો તેની સામે રાજકોટ સુરભી રાસોત્સવના આયોજક વિજયભાઈ વાળાએ એવો રસ્તો કાઢ્યો છે જેનાથી ખૈલેયાઓને GST નહીં ભરવુ પડે, જી હા કદાચ આપને વિશ્વાસ નહીં આવે પણ આ હકીકત છે.
આયોજક જાતે ઉઠાવશે ટેક્સનો ભાર
રાજકોટ સુરભી રાસોત્સવના આયોજક વિજયભાઈ વાળા એ જાહેરાત કરી છે કે, સુરભી રાસોત્સવમાં રમવા અને માની આરાધના કરવા આવતા તમામ ખેલૈયાઓને GST નહીં ભરવુ પડે, જે GST ભરવાનું થશે એ સુરભી રાસોત્સવના આયોજક ભરશે, GST ના નામ પર ખેલૈયાઓ પાસે એક પણ રૂપિયો વધારે નહીં લેવામાં આવે, રાજકોટનું સૌથી મોટું આયોજન સુરભી રાસોત્સવના આયોજક વિજયભાઈ વાળા એ આ જાહેરાત કરતાની સાથે બીજા આયોજકો પણ હવે મુંઝવણમાં પડી ગયા છે કે GST ખેલૈયાઓ પાસેથી લેવું કે આયોજકોએ ભરવું.
ADVERTISEMENT
કોંગ્રેસ-આપનો જીએસટી પર વિરોધ
નોંધનીય છે કે, ગરબાના પાસ પર જીએસટી લાગુ કરાતા તે એક રાજકીય મુદ્દો બની ગયો છે. કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ સ્થાનિક લોકોમાં પણ આને લઈને નારાજગી જોવા મળી રહી છે. ત્યારે શું અન્ય ગરબા આયોજકો જીએસટીનો બોજો પોતાના માથે લઈને ખેલૈયાઓને રાહત આપશે કે કેમ તે ખાસ જોવાનું રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT