પબ્લિકના 2000ની નોટ વટાવવાના પ્લાન પર પાણી! રાજકોટમાં પેટ્રોલ પંપોએ 2000ની નોટ લેવાનું બંધ કર્યું
નિલેશ શિશાંગીયા/રાજકોટ: ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. RBIના આ નિર્ણય બાદથી જ માર્કેટમાં રૂ.2000ની નોટો વટાવવા માટે પેટ્રોલ…
ADVERTISEMENT
નિલેશ શિશાંગીયા/રાજકોટ: ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. RBIના આ નિર્ણય બાદથી જ માર્કેટમાં રૂ.2000ની નોટો વટાવવા માટે પેટ્રોલ પંપ, જ્વેલર્સ સહિતના સ્થળોએ ભારે તેજી જોવા મળી છે. આ વચ્ચે હવે રાજકોટમાં પેટ્રોલ પંપ પર રૂ.2000ની નોટો નહીં સ્વીકારવામાં આવે તેવા પોસ્ટર લાગ્યા છે.
સરકાર અને RBI દ્વારા ત્રણ દિવસ પહેલા 2000ની નોટ પરત ખેંચવાના નિર્ણયને લઈ લોકો અને ધંધાર્થીઓને હાલાકી પડતી જોવા મળી હતી. ત્યારે રાજકોટ શહેરના ફૂલછાબ ચોક પાસે આવેલા ઈગલ પેટ્રોલ પંપ પર 2000ની નોટ નહીં સ્વીકારવામાં આવે તેવા બેનરો લગાવામાં આવ્યા હતા. લોકો 2000ની નોટ લઈને તેમાંથી થોડું પેટ્રોલ ભરાવીને નોટના છુટા કરાવી લેતા હોય છે, ત્યારે પેટ્રોલ પંપ પર છૂટ્ટાની માથાકુટ સર્જાય છે એવામાં હવે પંપ પર 2000ની નોટો જ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
જેને લઇ પેટ્રોલ પંપ સંચાલક પ્રિન્સ હિરાણીએ ગુજરાત Tak સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સરકારના નિર્ણયથી લોકોને ફાયદો જ થવાનો છે. સાથે સરકારે જે નિર્ણય લીધો છે એ સમજી વિચારીને જ લીધો હશે. અમારે ત્યાં પેટ્રોલ ભરવા આવેલ ગ્રાહકો 100,200,300 જેટલાનું પેટ્રોલ ભરાવી 2000 ની નોટ આપે છે આથી છુટ્ટા દેવામાં પણ અમારે હાલાકી થઈ રહી છે. એક સાથે વધારે પ્રમાણમાં 2000 ની નોટ બેંકમાં જમાં કરાવવા જઈ ત્યારે IT પણ નજર રાખતી હોય છે. વગેરે જેવા કારણોથી અમારા યુનિયન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે 2000ની નોટ પેટ્રોલ પંપ ઉપર નહીં સ્વીકારવી.
ADVERTISEMENT