રાજકોટની હાલત માવઠામાં જ થઈ ગઈ આવી, ચોમાસાની તો શું વાત કરીએ…

ADVERTISEMENT

Rajkot
Rajkot
social share
google news

રાજકોટઃ રાજકોટમાં ચોમાસા ટાંણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા, રોડ રસ્તા ચંદ્રની સપાટી જેવા થઈ જવા જેવા ઘણા દ્રષ્યો આપણને તંત્રના આશિર્વાદથી દર વર્ષે જોવા મળે જ છે. જોકે તંત્રનો આ વખતે તો એવો આશિર્વાદ ફળ્યો છે કે ઉપલેટામાં ઉનાળામાં પડેલા માવઠામાં જ ચોમાસા જેવી સ્થિતિ થઈ ગઈ છે. ઉનાળામાં પણ વરસાદ પડે અને આવી સ્થિતિ ઊભી થાય તે પણ કોઈ વિશ્વગુરુ લેવલથી ઓછું તો નહીં જ હોય ને?

રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદ પડ્યો છે. ઉનાળા દરમિયાન જ્યાં તપતી ગરમીનો માહોલ હોય છે ત્યાં કમોસમી વરસાદની એક માત્ર બેટિંગમાં જ ઉપલેટા પાણી પાણી થઈ ગયું હતું. અહીં સ્વામિનારાયણ સોસાયટીમાં તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. વિસ્તારની અંદર અગાઉ પણ પાણી ભરાવાની બુમો પડતી રહી છે પણ સત્તાધિશોના કાન એમ કાંઈ સાંભળે? જોકે અહીં લોકો જાતે જ પોતાની મદદ કરવાનું નક્કી કરીને પોતાની અક્કલથી જે થાય તે કરી રહ્યા છે. ક્યાં સુધી તંત્રના ભરોસે બેસીશું તેવું વિચારી લોકોએ પોતાની સુજબુજથી પાણીનો નિકાલ કરવાનું શરૂ કરીને છૂટકારો મેળવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)

    follow whatsapp

    ADVERTISEMENT