રાજકોટઃ કુટુંબની ભત્રીજી સાથે સુતો હતો પતિ, પત્ની પોલીસ સાથે આવી, બંનેએ કહ્યું અમે પિતા-પુત્રી જેવા છીએ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ હાલ સમય કેવો આવી ગયો છે કે ઘણા સંબંધો પર પણ નક્કર વિશ્વાસ મુકી શકાય તેવું રહ્યું નથી, સંબંધોની પવિત્રતાને નેવે મુકીને કરતૂત કરતાં લોકોની કહાનીઓ જાણે સતત સામે આવી રહી છે. હાલમાં રાજકોટમાં એવી વિચિત્ર ઘટના બની છે કે કુટુંબની જ ભત્રીજી થાય તેને લઈને એક આધેડ સૂઈ રહ્યો હતો અને તે જ સમયે આ આધેડની પત્ની પોલીસની સાથે એન્ટ્રી કરે છે. જોકે આ દરમિયાન પણ બંને પોલીસને એવું કહે છે કે અમારા સંબંધ તો પિતા પુત્રી જેવા છે.

પોલીસ સામે પણ પિતા-પુત્રી હોવાનો દાવો
રાજકોટના રણછોડનગરમાં એક વ્યક્તિએ પત્નીને બે વર્ષ પહેલા કાઢી મુકી હતી. દરમિયાનમાં તે 8 મહિનાથી પોતાના કુટુંબની જ ભત્રીજીને સાથે રાખી હતી. બંનેનો દાવો હતો કે બંનેના સંબંધ પિતા પુત્રી જેવા છે. જોકે થોડા જ દિવ પહેલા પત્ની રાત્રે પોલીસને સાથે રાખીને ઘરમાં ઘૂસી તો પતિ અને ભત્રીજી સાથે સૂઈ રહ્યા હતા. જેના પછી ભારે હોબાળો થયો.

માતાએ પોતાની જ દિકરીનું શાળામાંથી કર્યું અપહરણ, દિકરીના પિતા પર પણ કર્યો હિંચકારો હુમલો

22 વર્ષની યુવતી તેની મોસાળથી ભત્રીજી થાય
આ મામલામાં પાછું બીજી ચોંકાવનારી વાત એ છે કે આકાશ (નામ બદલ્યું છે)નામના આ વ્યક્તિના લગ્ન પ્રાપ્તિ (નામ બદલ્યું છે) નામની એ મહિલા સાથે દસ વર્ષ પહેલા થયા હતા અને તેઓ બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. બે વર્ષ પહેલા માથાકૂટ કરીને તેણે પ્રાપ્તિને ઘરમાંથી કાઢી મુકી હતી. તે દરમિયાનમાં આકાશે છેલ્લા 8 મહિનાથી પોતાના મોસાળથી ભત્રીજી થતી 22 વર્ષની રાની (નામ બદલ્યું છે)ને પોતાની સાથે રાખી હતી. દરમિયાનમાં પ્રાપ્તિ પોતાના પતિની હરકતોની જાણ થતા પોલીસના શરણે ગઈ અને તે પછી તેણે એક દિવસ પોલીસ સાથે જ રાત્રીના સમયે ઘરમાં એન્ટ્રી કરી.

ADVERTISEMENT

Bageshwar Dham: કોણ છે લોકોના મનની વાતો જાણી લેનારા ધીરેન્દ્ર શાસ્ત્રી? કેવી રીતે આવ્યા વિવાદમાં

મેસેજમાં લખ્યું હતું લવ યુ, જાનુ
પ્રાપ્તિ પોલીસ સાથે ઘરમાં ગઈ ત્યારે રાની અને આકાશ સાથે સૂતા જોઈ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે તે સમયે પણ બંનેએ પોલીસ સામે તો પોતે પિતા પુત્રી જેવો સંબંધ ધરાવે છે તેવું કહ્યું હતું. પોલીસે આ દરમિયાનમાં તેમના મોબાઈલ ચેક કર્યા તો એક બીજાને લવ યુ, જાનુ જેવા મેસેજ કર્યા હોવાનું સામે આવ્યું હતું. હવે આગામી સમયમાં આ મામલામાં પોલીસ શું કરે છે, ન્યાયનું પલડું ક્યાં નમે છે તે જોવું રહ્યું.

    follow whatsapp

    ADVERTISEMENT