રાજકોટમાં અંધશ્રદ્ધાનો ધ્રુજાવે મૂકે તેવો બનાવ, તાંત્રિક વિધિ માટે પતિ-પત્નીએ હવન કુંડમાં મસ્તક હોમી દીધા
નિલેશ શિશાંગિયા/રાજકોટ: રાજકોટના જસદણ તાલુકાના વીંછીયા ગામે અંધશ્રદ્ધાનો ધ્રૂજાવી મૂકે તેવો બનાવ સામે આવ્યો છે. ગામમાં આવેલા પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ-પત્ની બન્ને એ મસ્તક…
ADVERTISEMENT
નિલેશ શિશાંગિયા/રાજકોટ: રાજકોટના જસદણ તાલુકાના વીંછીયા ગામે અંધશ્રદ્ધાનો ધ્રૂજાવી મૂકે તેવો બનાવ સામે આવ્યો છે. ગામમાં આવેલા પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ-પત્ની બન્ને એ મસ્તક હવન કુંડમાં હોમી દીધા. પતિ-પત્નીની બે સુસાઈટ નોટ પણ મળી આવી છે. સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો જેમાં પત્નીએ અંગૂઠો કરેલો છે અને પતિએ સહી. સૌથી મોટો સવાલ દંપતીને તાંત્રિક વિધિ કરવાની સલાહ આપનાર કોણ છે તે ઉભો થઇ રહ્યો છે.
પતિ-પત્નીને બે સંતાનો હતો
વીંછિયા ગામના હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ કમળ પૂજા કરી જીવન ટૂંકાવ્યું છે. રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરીને હવન કુંડમાં પતિ અને પત્ની એ મસ્તક હોમી દીધા. જેમાં પત્નીનું માથું ધડથી અલગ થઈને હવન કુંડમાં સળગી ગયું હતું જ્યારે પતિનું મસ્તક હવન કુંડથી દૂર પડ્યું હતું. હેમુભાઈ બે સંતાનની પણ ચિંતા કર્યા વગર અંધશ્રદ્ધામાં આવી ગયા અને પુત્ર અને પુત્રીને આગલા દિવસે મામાના ઘરે મૂકી આવ્યા હતા.
ADVERTISEMENT
2 મહિનાથી વાડીમાં કરતા હતા તાંત્રિત વિધિ
બંને પતિ-પત્ની છેલ્લા 2 મહિનાથી વાડીએ તાંત્રિક વિધિની પૂજા કરતા હતા. તાંત્રિક વિધિમાં હવન કુંડમાં કમળ પૂજા કરવામાં માટે પોતે જ લોખંડનો માચડો બનાવ્યો હતો. તાંત્રિક વિધિમાં પતિ-પત્નીના મોતની વીંછિયા પોલીસને જાણ કરવામાં આવી હતી, ઘટના સ્થળે પોલીસ ટીમ અને મામલતદાર સહિતની ટીમ પહોંચી હતી.
બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વીંછિયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આગળની તપાસ વીંછીયા પોલીસ ચલાવી રહી છે, આ મામલે હજુ પોલીસ દ્વારા કોઈ પ્રકારની વધારે વિગતો આપવામાં નથી આવી.
ADVERTISEMENT
ADVERTISEMENT