રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ, જાણો ક્યાં ક્યાં પડ્યો વરસાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ઉનાળાની શરૂઆતથી વરસાદી માહોલ બની રહ્યો છે. આ દરમિયાન ઉનાળાની વિદાય નજીક છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન આજે વહેલી સવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પલટો આવ્યો છે. આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.

ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રિમોનસૂન એકટીવીન શરૂ થઇ ગઇ છે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન આજે વહેલી સવારથી જ કડક ભડાકા સાથે વરસાદે એન્ટ્રી કરી છે. આજે નર્મદા, ડાંગ,નવસારી, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

રોડ પર વૃક્ષ ધરાશાયી
નર્મદા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદનો માહોલ છવાયો હતો. આ દરમિયાન નેશનલ હાઇવે 56 પર દેવળીયા નવસારી વચ્ચે રોડ પર વૃક્ષ ધરાશાયી થયું હતું. જને પગલે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ વિસ્તારમાં અનેક વૃક્ષો જમીનદોસ્ત થયા છે.

ADVERTISEMENT

વરસાદે વધારી ખેડૂતની ચિંતા
વરસાદને પગલે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર માં નિચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાયા છે. ત્યારે વરસાદને લઈ તંત્ર ની પ્રીમોન્સૂન પ્લાન ની પોલ ખુલી હતી. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ આવતા પક્વાન ચાર રસ્તા પર પોલીસ બેરીકેટ હવામાં ઉડી ગયા. આ તરફ પોલીસ બેરીકેટ સાથે હોર્ડિંગ પણ ધરાશાઈ થયા હતા. આ દરમિયાન વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે. બાજરી, જુવાર સહિતના ઉનાળું પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT