માર્ચમાં માવઠાથી ખેડૂતો બેહાલ, હવામાન વિભાગે હજુ 5 દિવસ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યભરમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે મોટી પરેશાની બન્યો છે. રવિવારે પણ રાજ્યના 27 જિલ્લામાં 111 તાલુકાઓમાં હવળાથી લઈને ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં ઊના, ગીરગઢડામાં ગાજવીજ સાથે 1થી 4 ઈંચ સુધી વરસાદ વરસતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. તો કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થયું હતું. બીજી તરફ હવામાન વિભાગે હજુ પણ આગામી 24 તારીખ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે.

ક્યારે ક્યાં વરસાદની આગાહી?

  • 20 માર્ચ- સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, કચ્છ તથા દમણ અને દાદરા નગર હવેલી.
  • 21 માર્ચ- બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પોરબંદર, જુનાગઢ અને કચ્છ
  • 22 માર્ચ – પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ
  • 23 માર્ચ- બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ
  • 24 માર્ચ -પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, દ્વારકા અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

સરકારી માવઠાથી નુકસાનની સમીક્ષા કરી
ભર ઉનાળે માવઠાના પગલે રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરીની તથા પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદથી ઉનાળુ, રવિ અને ફળાઉ પાકોને થયેલા નુકસાનની વિગતો મેળવાઈ હતી.

ADVERTISEMENT

અમદાવાદમાં પણ વરસાદ
નોંધનીય છે કે, રાજ્યમાં રવિવારે રાત્રે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને શહેરમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો. શહેરના બોડકદેવ, માનસી સર્કલ, ગુરુકુળ રોડ, યુનિવર્સિટી, નિકોલ, બાપુનગર, નારોલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ વરસાદ પડ્યો હતો.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT