SURAT માં વિકાસનો વરસાદ, 210 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : મહાનગરપાલિકાના રૂ.174 કરોડ અને સુડાના રૂ.36 કરોડ મળી કુલ રૂ.210 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, નાણાંના અભાવે શહેરી વિકાસ અટકે નહી, સુવિધાઓના નિર્માણ ખોરંભે ન પડે તેવી કાર્યશૈલી રાજ્ય સરકાર દ્વારા અપનાવવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની વિકાસલક્ષી કામગીરીને બિરદાવતા તેમણે સુરતને સ્માર્ટ અને સસ્ટેનેબલ બનાવવા માટે રાજ્ય સરકાર સુરત મનપા અને સુરતવાસીઓને હંમેશા સહયોગી રહી છે અને સુરતનો ખુબ વિકાસ થાય તે માટે સરકાર જરૂરી તમામ પગલા પણ ઉઠાવી રહી છે.

નવનિર્મિત 30 લેનના રેલવે ઓવરબ્રિજને પણ ઈ-માધ્યમથી ખૂલ્લો મૂક્યો
મુખ્યમંત્રીએ સુરત મનપા દ્વારા સુરત-ઓલપાડ રોડ પર જૂના સરોલી જકાતનાકા, જહાંગીરપુરા પાસે રૂ.32 કરોડના ખર્ચે નવનિર્મિત 30 લેનના રેલવે ઓવરબ્રિજનું પણ ઇલોકાર્પણ કર્યું હતું. સુરત-ઓલપાડ રોડ ઉપર જૂના સરોલી જકાતનાકા પાસે, જહાંગીરપુરા ખાતે આયોજિત સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કરતા મુખ્યમંત્રીએ આ વિકાસકાર્યો અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાને શહેરોને સુવિધા અને સુખાકારીસભર બનાવવાની દિશામાં સમગ્ર દેશમાં વિકાસને વેગ આપી રહ્યા છે. રાજ્ય અને દેશમાં એક પણ એવું સપ્તાહ નથી જતું, જેમાં વિકાસકામ થતા ન હોય. આપણા શહેરોનું વેલપ્લાન્ડ ડેવલપમેન્ટ થાય અને વિકાસની હરોળમાં વૈશ્વિક શહેરોની સમકક્ષ ઉભા રહે તેવું સુગ્રથિત આયોજનનો અમારો પ્રયાસ છે.

વડાપ્રધાને સસ્ટેનેબલ સિટિઝ ઓફ ટુમોરોનો વિચાર રજુ કર્યો છે
રાજ્યના વિકાસની સાથે શહેરીકરણ વધવું સ્વાભાવિક છે એ વાતનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ વર્ષના કેન્દ્રીય બજેટમાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્વેસ્ટમેન્ટ પર ભાર મૂકી વડાપ્રધાનએ ‘સસ્ટેનેબલ સિટિઝ ઓફ ટુમોરો’નો વિચાર આપ્યો છે, જેને અનુસરીને રાજ્ય સરકારે શહેરી ક્ષેત્રોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે બજેટમાં 37 ટકા વધારો સૂચવ્યો છે. દેશની વસ્તીના પાંચ ટકા હિસ્સો ધરાવતું ગુજરાત GDPમાં 9 ટકા યોગદાન આપી વિકાસનું રોલ મોડેલ બન્યું છે, ત્યારે નગરો-શહેરોમાં ઈઝ ઓફ લિવીંગ વધારવા માટેના માટેના વિકાસ કામોને સતત વેગ આપી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. અર્બન ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટને રાજ્યમાં વેગવાન બનાવી ‘વિકસિત શહેરો-નગરોથી ઉન્નત-વિકસિત ગુજરાત’ બનાવવાની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, શહેરો-મહાનગરોના આયોજનબદ્ધ વિકાસથી સ્માર્ટ સિટી બનાવવા સ્માર્ટ સિટી મિશનમાં રૂ.547 કરોડની જોગવાઈ કરી છે. વર્લ્ડકલાસ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા માટે આવનારા પાંચ વર્ષમાં રાજ્યમાં પાંચ લાખ કરોડ ખર્ચવાનું આયોજન હોવાનું પણ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

ADVERTISEMENT

સુરતના 10 અત્યંત મહત્વના પ્રોજેક્ટસનું ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી ઈ-માધ્યમથી 11 પ્રોજેક્ટસનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં કતારગામમાં રૂ.90.69 કરોડના ખર્ચે અદ્યતન ઓડિટોરિયમ, રૂ.5.97 કરોડના ખર્ચે ઉધના, ચીકુવાડીમાં 27 લાખ લીટરની પાણીની ટાંકી, રૂ.3 કરોડના ખર્ચે ઉધનામાં 13.50 લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી, ડીંડોલી-ભેસ્તાન-ભેદવાડ ખાતે વાંચનાલય અને પાલિકાના વિવિધ જળ વિતરણ મથક, હેલ્થ સેન્ટર, ઝોન ઓફિસ અને કચેરી બિલ્ડિંગ્ઝ પર બે હજાર કિલોવૉટ ક્ષમતાના રૂફટોપ ગ્રિડ કનેક્ટેડ સોલાર પાવર પ્લાન્ટ, આદર્શ ઢોરડબ્બા સહિતના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

ADVERTISEMENT

ADVERTISEMENT

મનપા અને સુડાના 10 પ્રોજેક્ટસનું લોકાર્પણ કરવામાં આવ્યું
જૂના સરોલી જકાતનાકા, જહાંગીરપુરા પાસે ઓલપાડ-સુરતને જોડતા રૂ.32 કરોડના ખર્ચે નવનિર્મિત 3 લેનના રેલવે ઓવરબ્રિજ ઉપરાંત, ડભોલીમાં રૂ.6.51 કરોડના ખર્ચે નવનિર્મિત ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સ, સ્મીમેરમાં લાઈબ્રેરી બિલ્ડીંગ સ્થિત કોમ્પ્યુટર લેબમાં રૂ.26 લાખના ખર્ચે 65 વિદ્યાર્થીની બેઠક મુજબનું ફર્નિચરવર્ક ખાતે વિકાસ પ્રકલ્પ જ્યારે રૂ.20 લાખના ખર્ચે ભટારના ગોકુલ નગરમાં હયાત આંગણવાડીમાં માળ વધારાનો ઉપયોગ તેમજ સુડાના નવા રોડ-રસ્તા, રોડ સ્ટ્રેન્થનિંગ, રિસર્ફેસિંગ અને વાઈડનિંગના કામોનું લોકાર્પણ થયું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT