અમદાવાદમાં લેસ્બિયન સંબંધના નામે સેક્સટોર્શનનું આખું રેકેટ ઝડપાયું, શ્રીમંત ઘરની મહિલાઓ પણ ફસાઈ
અમદાવાદ: શહેરમાં સાઈબર ક્રાઈમની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં યુવતીઓ અને અન્ય પરિણીત મહિલાઓને લેસ્બિયન સંબંધના નામે ફસાવી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરમાં સાઈબર ક્રાઈમની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં યુવતીઓ અને અન્ય પરિણીત મહિલાઓને લેસ્બિયન સંબંધના નામે ફસાવી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાનું રેકેટ ઝડપાયું છે. આ રેકેટમાં રાજ્યની ચારથી વધુ ધનિક પરિવારની યુવતીઓ શિકાર થઈ હોવાનું સામે આવ્યું છે. એક મહિલાની ફરિયાદના આધારે સાઈબર સેલે તપાસ કરતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો.
કેવી રીતે શ્રીમંત પરિવારની મહિલાઓને ફસાવાતી?
સાઈબર ક્રાઈમના અધિકારીના જણાવ્યા મુજબ, સેક્સટોર્શનમાં લેસ્બિયન સંબંધો માટે પહેલા મહિલાઓ સાથે વીડિયો કોલ પર વાત કરવામાં આવતી. દરમિયાન તેમને પણ કપડા કાઢવા માટે કહેવામાં આવતું. જેવી કોઈ યુવતી વાત માનતી કે સામેની તરફથી વીડિયો કોલને રેકોર્ડ કરી લેવામાં આવતો. બાદમાં તેમને બ્લેકેમઈન કરીને પૈસાની માગણી કરવામાં આવતી હતી.
શ્રીમંત ઘરની મહિલાઓ પણ ફસાઈ ગઈ
મહિલાએ આપેલી લેખિત અરજી મુજબ, યુવતીઓને એક લિંક મળી હગતી. જેના દ્વારા તે આ લેસ્બિયન ગ્રુપમાં જોડાઈ હતી. લિંક ઓપન કરતા જ તેમાં યુવતીઓ એકબીજા સાથે અશ્લિલ વાતો કરતી હતી અને નિર્વસ્ત્ર થવાનું કહીને વીડિયો ઉતારવામાં આવતો. આમ આખું સેક્સટોર્શનનું રેકેટ ચાલતું હતું. ખાસ વાત એ છે કે આ રેકેટ યુવતીઓ દ્વારા જ ચલાવવામાં આવતું હતું. જ્યાં અશ્લીલ વીડિયો યુવતીને મોકલી સતત પૈસાની માગણી કરવામાં આવતી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT