સાબરકાંઠાઃ મનસુખ માંડવિયાની સભામાં વિરોધ, ફક્ત બે જ વડિલોએ નેતાઓને ચિંતામાં મુકી દીધાઃ જુઓ Video
સાબરકાંઠાઃ સાબરકાંઠામાં ચૂંટણી પ્રચાર દરમિયાન બે વડિલોએ નેતાઓ અને કાર્યકરોને ચિંતામાં મુકી દીધા હતા. આવું કેમ બન્યું હતું તેની વિગતો પ્રમાણે અહીં મંત્રી મનસુખ માંડવિયા…
ADVERTISEMENT
સાબરકાંઠાઃ સાબરકાંઠામાં ચૂંટણી પ્રચાર દરમિયાન બે વડિલોએ નેતાઓ અને કાર્યકરોને ચિંતામાં મુકી દીધા હતા. આવું કેમ બન્યું હતું તેની વિગતો પ્રમાણે અહીં મંત્રી મનસુખ માંડવિયા આવ્યા હતા. દરમિયાન લાંબા સમયથી ચાલી રહેલા ઈડરિયો ગઢ બચાવો અભિયાનને પગલે બે વડિલો અહીં મંત્રીજી અવાજ સાંભળશે તેવી આશાએ તેમને આવેદન પત્ર આપવા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિરોધ પ્રદર્શનો કરવાનો તેમનો કોઈ ઈરાદો જોઈ શકાતો ન હતો. તેઓ માત્ર અહીં આવેદન પત્ર આપવા આવ્યા હતા. જોકે તેમની આ ઈચ્છા પુરી થઈ નહીં અને તેમને ત્યાંથી જ નેતાઓ અને પોલીસ દ્વારા કાઢી મુકવામાં આવ્યા હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. જોકે તેમની આસપાસ કેમેરા ચાલુ થઈ જતાં તેમને શાંત રાખવા માટે નેતાઓ અને કાર્યકરો ચિંતામાં પડી ગયા હતા અને રીતસર આજીજી કરી હતી કે શાંત થાઓ.
માંડવિયાને આવેદન ન આપી શક્યા તો કેમેરા સામે વ્યક્ત કરી નારાજગી
સાબરકાંઠામાં વિવિધ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીથી માંડીને તમામ પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. દરમિયાન મતદારો પણ પોતાની અત્યાર સુધીની સમસ્યાઓને લઈને જાણે આ જ તક છે કે નેતા સાંભળશે. જોકે તેવું સાબરકાંઠામાં શક્ય બન્યું નથી. વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ઈડર પહોંચેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની સભા યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે ઈડિર ગઢ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ખનને લઈને ઈડરિયો ગઢ બચાઓ અભિયાન શરૂ થયું હતું. આ ખનને કારણે ઈડરની ઓળખ સમાન ઈડરિયો ગઢ નામશેષ થઈ જશે તેવી ચિંતા સાથે ઘણા લોકોએ અવાજ અગાઉ ઉઠાવ્યા છે. જોકે આ જ વાતને લઈને ગઢ બચાઓ સમિતિના બે વડિલો આવેદન પત્ર સાથે ચાલુ સભામાં સ્ટેજ તરફ જતા હતાા ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા અને તેઓ આવેદન આપી શક્યા ન હતા. દરમિયાન તેમણે પોતાની નારાજગી કેમેરા સામે વ્યક્ત કરી હતી. જુઓ વીડિયો.
સાબરકાંઠા: વિધાનસભા ચૂંટણી ટાણે પ્રચાર અર્થે ઈડર પહોંચેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની સભામાં ઈડર ગઢ પર ચાલતાં ખનન કામને અટકાવવા મામલે વિરોધ @mansukhmandviya #Sabarkantha #GujaratElections2022 pic.twitter.com/jwBKklRKqO
— Gujarat Tak (@GujaratTak) November 22, 2022
ADVERTISEMENT
(વીથ ઈનપુટઃ ધાનેશ પરમાર, બનાસકાંઠા)
ADVERTISEMENT