ચૂંટણી પહેલા વધુ એક આંદોલન, નશાબંધી ખાતાના કર્મીઓ કાલથી માસ સી.એલ પર ઉતરશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ સરકારી કર્મચારીઓ દ્વારા તેમની માંગણીને લઈને હડતાળનો સહારો લેતા હોય છે. તાજેતરમાં જ ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેનો મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. જે બાદ રાજ્ય સરકારે રૂ.550 કરોડના પકેજેની જાહેરાત કરી હતી. ત્યારે હવે વધુ એક સરકારી કર્ચમારી સંગઠન હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી રહ્યું છે. રાજ્યમાં નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા 1થી 3 સપ્ટેમ્બરે માસ સી.એલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.

ગૃહખાતા હેઠળ હાલ ત્રણ ડિપાર્ટમેન્ટ
ગુજરાતના સરકારના ગૃહખાતા નીચે અત્યારે મુખ્ય ત્રણ ડિપાર્ટમેન્ટ છે. (1) પોલીસ વિભાગ, (2)નશાબંધી અને આબકારી વિભાગ (3) જેલ પોલીસ વિભાગ. વર્ષ 2007 સુધી ત્રણેય વિભાગોનો ગ્રેડ-પે સમાન હતો. જેમાં કોન્સ્ટેબલ-1650 ASI-1900, PSI-2800. પરંતુ ત્યારબાદ પોલીસ વિભાગના આંદોલનને કારણે તેઓનો ગ્રેડ-પે કોન્સ્ટેબલ-1800, ASI-2400, અને PSI-4400 કરવામાં આવેલો. ત્યારબાદ વર્ષ 2014માં જેલ ખાતાની રજુઆત બાદ એમનો પણ ગ્રેડ-પે પોલીસ સમકક્ષ કરવામાં આવ્યો.

શું છે નશાબંધી ખાતાના કર્મચારીઓની માંગ?
નશાબંધી ખાતાના કર્મચારીઓ દ્વારા 2014થી પુષ્કળ રજૂઆતો કરવામાં આવી. પરંતુ તે બાબત પર કોઈ જ અમલવારી ના કરવામાં આવી. હવે પોલીસ આંદોલન બાદ ફરીથી તેઓના પગારમાં 8થી 10 હજારનો વધારો કરવામાં આવ્યો. જેમાં નશાબંધી ખાતા દ્વારા પણ ગૃહમંત્રીને રૂબરૂ 3 વખત મળી રજુઆત કરવામાં આવી. અને તેમને માહિતગાર કરવામાં આવ્યા કે અત્યારે ગુજરાતમાં વર્ગ-3 ની કેડરમાં નશાબંધી વિભાગ સિવાય કોઈનો પણ ગ્રેડ-પે 1650 નથી. છેલ્લે કંડકટર અને ડ્રાઈવર સંવર્ગનો ગ્રેડ-પે પણ અનુક્રમે 1800 અને 1900 કરવામાં આવ્યો. તો પોલીસ મેન્યુઅલ મુજબ જ વર્તન કરતા હોવા છતાં પણ એમનો ગ્રેડ-પે પટાવાળા વર્ગ-4 સમકક્ષ કેમ?

ADVERTISEMENT

એવામાં હવે નશાબંધી અને આબકારી ખાતા દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે. આવતીકાલે 1થી 3 સપ્ટેમ્બરે માસ સી.એલ પછી 5 થી 8 પેનડાઉન અને પછી સરકાર જો કોઈ પ્રત્યુત્તર નહીં આપે તો 9 તારીખથી અચોક્કસ મુદત માટેની હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT