આવતીકાલે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, જાણો શું છે કાર્યક્રમ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તા.12 મેના રોજ પ્રધાનમંત્રી મોદી ગુજરાતને મહત્વની ભેટ આપવા પહોંચી રહ્યા છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર ખાતે પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરમાં અમૃત અવાસોત્સવમાં હાજરી આપશે. આ સાથે પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ.25 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.

પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યક્રમમાં પણ આપશે હાજરી
આ સાથે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક આવેલ નિજાનંદ ફાર્મ ખાતે તારીખ 11 થી 13 મે, 2023 દરમિયાન અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક શૈક્ષણિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતના સંમેલનની થીમ છે, ‘ટીચર્સ એટ ધ હાર્ટ ઓફ ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ આ સંમેલનના બીજા દિવસે એટલે કે 12 મે, 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.

ADVERTISEMENT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા સ્થળ નિરીક્ષણ માટે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આવતીકાલે મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા અમૃત આવાસ ઉત્સવ અને વિવિધ વિકાસ કામોના કાર્યક્રમની અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓનું જાત નિરીક્ષણ કર્યું હતું.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાત્મા મંદિરમાં બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓ માટેની વ્યવસ્થાઓ તેમજ સ્ટેજ વગેરેનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT