વડાપ્રધાન મોદી પહોંચ્યા ભુજ, 3 કિલોમીટરનો યોજ્યો રોડ શો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન ભુજ પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ ભુજમાં 3 કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરંપરાગત નૃત્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ પહોંચ્યા છે. ભુજના મીરજાપર હાઇવેથી જીકે જનરલ હોસ્પિટલ સુધી ત્રણ કિલોમીટર જેટલો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોમાં જુદા જુદા પ્રકારના 14 જેટલા ક્લસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝલક જોવા લોકો ઉમટી પડ્યા છે. હાથમાં તિરંગો લઈ લોકોએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વડાપ્રધાન મોદીનો રાઓડ શો યોજાયો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિ વનનું ભુજમાંલોકાર્પણ કરશે અને ત્યાર બાદ જનતાને સંબોધન કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના  કાર્યક્રમો:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. આજે વડાપ્રધાન ભુજ પહોંચ્યા છે. આજે સવારે 10.00 કલાકે ભુજ રોડ શો કરશે. સવારે 10 કલાકે સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ કરશે.  11.00 કલાકે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમ યોજશે. અને સાંજે 5.00 કલાકે ગાંધીનગર મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રે 9.00 કલાકે દિલ્હી જવા રવાના થશે.

ADVERTISEMENT

અમે અપડેટ કરી રહ્યા છીએ

    follow whatsapp

    ADVERTISEMENT