વડાપ્રધાન મોદી Osman Mirનું ‘રામ ભજન’ સાંભળીને થયાં મંત્રમુગ્ધ, પોસ્ટ શેર કરીને કર્યા વખાણ
Ram Mandir Inauguration: 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું ઉદ્ધાટન કરવાના છે. તેને લઈને દેશભરના લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી…
ADVERTISEMENT
Ram Mandir Inauguration: 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું ઉદ્ધાટન કરવાના છે. તેને લઈને દેશભરના લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી કોયલ તરીકે ઓળખાતા ગીતાબેન રબારીના ભજન બાદ હવે એક્સ એકાઉન્ટ પર ગુજરાતના જાણીતા ગાયક ઓસ્માન મીર (Osman Mir)નું ભજન શેર કર્યું છે.
ઓસ્માન મીરનું ભજન કર્યું શેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓસ્માન મીરના ભજનની લિંક શેર કરીને લખ્યું છે કે, ‘અયોધ્યા નગરીમાં શ્રી રામજીના આગમનને લઈને ચારેબાજુ ઉંમગ અને ઉલ્લાસ છે. ત્યારે ઓસ્માન મીર (Osman Mir)નું આ મધુર રામ ભજન સાંભળીને તમને દિવ્ય અનુભૂતિ થશે.’
अयोध्या नगरी में श्री रामजी के पधारने को लेकर हर ओर उमंग और उल्लास है। उस्मान मीर जी का यह मधुर राम भजन सुनकर आपको इसी की दिव्य अनुभूति होगी। #ShriRamBhajan https://t.co/EcYGH8UaP6
— Narendra Modi (@narendramodi) January 10, 2024
ગીતાબેનનું ભજન કર્યું હતું શેર
આપને જણાવી દઈએ કે, બે દિવસ અગાઉ જ પીએમ મોદીએ ગીતાબેન રબારીનું ભજન શેર કર્યુ હતું અને આ રામ ભજનને ભાવવિભોર કરનારું ગણાવ્યું હતું.
‘આ ભજન ખૂબ જ ભાવવિભોર કરનારુ છે’
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફ્રોમ એક્સ (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે, ‘અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય-ભવ્ય મંદિરમાં રામ લલ્લાના આગમનની રાહનો અંત આવવાનો છે. દેશભરના મારા પરિવારજનો તેમના પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમના સ્વાગત માટે ગીતાબેન રબારીનું આ ભજન ખૂબ જ ભાવવિભોર કરનારુ છે.’
ADVERTISEMENT
ADVERTISEMENT