RAJKOT માં પાટીદારોનું પ્રેશર પોલિટિક્સ, નરેશ પટેલે લોબિંગ શરૂ કર્યું
રાજકોટ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ તમામ સમાજો દ્વારા પ્રેશર પોલિટિક્સ શરૂ કરી દીધું છે. જેમાં પ્રેશર પોલિટિક્સ મુદ્દે સૌથી આગળ હોય…
ADVERTISEMENT
રાજકોટ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ તમામ સમાજો દ્વારા પ્રેશર પોલિટિક્સ શરૂ કરી દીધું છે. જેમાં પ્રેશર પોલિટિક્સ મુદ્દે સૌથી આગળ હોય તેવો પાટીદાર સમાજ હવે વિવિધ પક્ષો પર દબાણ કરી રહ્યા છે. આ ઉપરાંત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા પણ લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખોડલધામના બે ટ્રસ્ટીઓની ટિકિટ માટે તો ખુદ નરેશ પટેલ જ મેદાને છે.
નરેશ પટેલે પીએમ બાદ શાહ સાથે મુલાકાત કરતા અટકળોનો દોર
થોડા સમય અગાઉ જ રમેશ ટીલાળા અને નરેશ પટેલ પીએમ મોદી સાથે મુલાકાત કરી ચુક્યા છે. હાલમાં જ અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બંન્ને નેતાઓ મુલાકાત કરી હતી. જેના પગલે રાજકારણ ગરમાઇ ચુક્યું છે. ભાજપ પાસેથી લોલીપોપ લઇ લઇને થાકી ચુકેલા નેતાઓ ફરી એકવાર ભાજપ સાથે મીટિંગો શરૂ કરી દેતા હવે અટકળોનો દોર ફરી એકવાર શરૂ થઇ ચુક્યા છે. રાજકારણમાં પણ ગરમાવો છે આ ઉપરાંત આપ અને કોંગ્રેસ જેવા પક્ષો પણ બારીકાઇથી આ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે.
ગોંડલમાં રાજપુતોની લડાઇમાં પાટીદારો ફાવી જશે
ગોંડલમાં હાલ જયરાજસિંહ જાડેજા અને રીબડા જુથ સામસામે છે. તેવામાં બે ક્ષત્રીય જુથો વચ્ચેનો વિવાદ શાંત કરવા માટે હાલ કોઇ પાટીદારને ટિકિટ અપાય તેવી શક્યતા છે. ત્યારે રમેશ ટીલાળાએ રાજકોટના બદલે ગોંડલ સીટ માટે પોતાની જાળ બિછાવવાનું શરૂ કર્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો કે કાલે રમેશ ધડુકે ફોડ પાડતા જણાવ્યું કે, ટીલાશા ગોંડલથી ટિકિટ નહી મળે તો તેઓ રાજકોટથી ચૂંટણી લડશે. જો કે હવે ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ પાટીદારોમાં પણ હવે કડવા અને લેઉઆ થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT