રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગુજરાત યુનિ. ખાતે હર સ્ટાર્ટઅપનું લોકાર્પણ કર્યું, રાજ્યના વિકાસની પ્રશંસા કરી
અમદાવાદઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અત્યારે બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લઈને પોતાની સફર શરૂ કરી હતી. આ…
ADVERTISEMENT
અમદાવાદઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અત્યારે બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લઈને પોતાની સફર શરૂ કરી હતી. આ દરમિયાન અમદાવાદ ખાતે તેમણે ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે હર સ્ટાર્ટઅપનું લોકાર્પણ કર્યું હતું. નોંધનીય છે કે બીજા દિવસે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી.
યુનિવર્સિટીમાં આવીને ઘણો આનંદ થયો- રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કહ્યું કે જ્યાં વિક્રમ સારાભાઈ, કે.કસ્તુરીરંજન, PM મોદી, અમિત શાહ પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. ત્યાં આવીને મને ઘણો આનંદ થયો છે. આ યુનિવર્સિટી કેમ્પસની વાત કરીએ તો અહીં 450થી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે, જેમાં 15 હજાર મહિલાઓ સામેલ છે. ગુજરાત છેલ્લા 2 દશકાઓથી વિકાસ કરે છે. તથા ઈનોવેશન ઈન્ડેક્સમાં પણ ભારત દેશ 43મા સ્થાને પહોંચી ગયો છે. નોંધનીય છે કે છેલ્લા 2 દાયકાથી રાજ્યમાં સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટવા આવ્યો છે. જેથી કરીને ગુજરાતનો વિકાસ અન્ય રાજ્યોને પણ પ્રગતિના પંથે દોરી જવા પ્રોત્સાહિત કરી શકે છે.
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ બે દિવસિય ગુજરાત પ્રવાસે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો આ પહેલો ગુજરાત પ્રવાસ છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી રવિવારે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં આ મુદ્દે જાણકારી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો આ પહેલો ગુજરાત પ્રવાસ હશે. જેની શરૂઆત તેઓ અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લીધા પછી કરશે. ત્યારપછી તેઓ GMERS, ગાંધીનગર ખાતે આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા અને બંદર વિકાસને લગતી વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન/લોકાર્પણ કરશે.
ADVERTISEMENT