આફત સામે જિંદગીની જીત! શિયાળ બેટમાં પ્રસુતિની પીડા ઉપડતા મહિલાને બોટ મારફતે હોસ્પિટલ ખસેડાઈ
હિરેન રવિયા/અમરેલી: ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે જાફરાબાદના શિયાળ બેટ પર 108ની ટીમ અને મરીન પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. શિયાળ બેટની સગર્ભા…
ADVERTISEMENT
હિરેન રવિયા/અમરેલી: ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે જાફરાબાદના શિયાળ બેટ પર 108ની ટીમ અને મરીન પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. શિયાળ બેટની સગર્ભા મહિલાને દરિયાના ઘસમસતા પાણીના પ્રવાહ વચ્ચે 108 અને મરીન પોલીસે બોટની વ્યવસ્થા કરીને પીપાવાવ જેટી ખાતે લાવવામાં આવી હતીને 108 મારફતે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે જાફરાબાદનું શિયાળબેટ ગામ દરિયાઈ ટાપુ વચ્ચે આવેલું છે.
ગામમાં મોડી રાત્રે મહિલાની પ્રસુતિની પીડા ઉપડી
10 હજારની વસ્તી ધરવતા શિયાળ બેટ ટાપુ પર તંત્ર દ્વારા સુરક્ષાને સાવચેતી માટે તત્પર જોવા મળી રહી છે. ત્યારે આ દરિયાઈ ટાપુ ઉપર વાવાઝોડાની ભારે અસર વચ્ચે ગામમાં એક સગર્ભા મહિલા દયાબેન રાહુલભાઇ શિયાળને પ્રસવ પીડા ઉપડતા 108 ટીમને જાણ કરી હતી. તેથી 108 ની ટીમ અને પીપાવાવ મરીન પોલીસ દ્વારા મોડી રાત્રીના શિયાળ બેટ ખાતેથી બોટની વ્યવસ્થા કરી બોટ દ્વારા ડીલેવરી પેશન્ટ બહેનને સહી સલામત રીતે શિયાળ બેટની જેટી ખાતે લાવવામાં આવ્યા હતા. અહીંથી 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખાતે રવાના કરી હતી.
ADVERTISEMENT
જાફરાબાદમાં હાલ 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે
જેમ જેમ વાવાઝોડું આગળ ધપી રહ્યું છે, તેમ તેમ અમરેલી જિલ્લાના જાફરાબાદ, પીપાવાવ, શિયાળ બેટનો દરિયા કિનારો વધુ આક્રમક બનતો હોય તેવી સ્થિતિ જાફરાબાદના લાઈટ હાઉસ વિસ્તારની પાછળની સાઇડના દરિયા કિનારા પર જોવા મળી રહી છે. દરિયો જાફરાબાદ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જોર શોરથી કિનારા સાથે ઉછળી રહ્યો છે પવનની ગતિમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. હાલ 40ની ગતિમાં પવન દરિયા કાંઠે સૂસવાટા મારી રહ્યો છે. જેનાથી દરિયાના મોજાની આક્રમકતા તેજ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
આ પહેલા પોલીસે શિયાળ બેટમાં દૂધ-બટાટાની વ્યવસ્થા કરી
નોંધનીય છે કે, આ પહેલા ગુજરાત પોલીસ દ્વારા સ્થાનિક સેવાભાવી સંસ્થાના સહયોગથી શિયાળ બેટ દૂધ અને બટાકા સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી હતી. 10 હજારની વસ્તી ધરાવતા શિયાળ બેટમાં નાના બાળકો માટે 288 થેલી દૂધ અને 250 કિલો બટેટા હોડી મારફતે રવાના કરાયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT