પ્રદીપસિંહ વાઘેલાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું કે માગી લેવાયું? BJP તરફથી પહેલીવાર થયો ખુલાસો
ગાંધીનગર: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપમાં આંતરિક ડખો સામે આવી રહ્યો છે. તાજેતરમાં જ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પર આક્ષેપ કરતી પત્રિકા ફરતી…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપમાં આંતરિક ડખો સામે આવી રહ્યો છે. તાજેતરમાં જ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પર આક્ષેપ કરતી પત્રિકા ફરતી થઈ હતી, જેમાં ભાજપના જ નેતાની સંડોવણી સામે આવી હતી. આ વચ્ચે અચાનક ભાજપ સંગઠનના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાની ચર્ચાથી રાજકારણ ગરમાયું છે. પ્રદીપસિંહ 7 દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું હોવાનું નિવેદન સામે આવ્યું હતું. હવે આ મામલે ભાજપનું નિવેદન સામે આવ્યું છે.
ભાજપના રજની પટેલે શું કહ્યું?
ભાજપના નેતા રજની પટેલે પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પર કહ્યું કે, ‘તેમણે પોતાના અંગત કારણોસર પાર્ટીમાંથી સ્વેચ્છિક રાજીનામું આપ્યુ છે. તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યુ છે. એમણે કહ્યું કે હમણા મને પાર્ટીમાં કામ કરવાની અનુકૂળતા નથી એટલે હું થોડો સમય પાર્ટીમાંથી સ્વૈચ્છીક રાજીનામું માંગું છું.’
પ્રદીપસિંહ વાઘેલાએ શું કહ્યું?
આ પહેલા ખાનગી ચેનલ સાથે વાત કરતા પ્રદિપસિંહ વાઘેલાએ પોતે પાર્ટી અધ્યક્ષના કહેવા પર 7 દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું હોવાનું જણાવ્યું હતું. જોકે તેમના રાજીનામાના સ્વીકાર અંગે હજુ પાર્ટી તરફથો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, મેં માત્ર જવાબદારી છોડી છે, હું પાર્ટીનો વફાદાર કાર્યકર્તા છું અને મેં ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી. હું આ અગ્નિ પરીક્ષામાંથી બહાર આવીશ. કલમમમાં પ્રવેશ ઉપર પ્રતિબંધની વાત સદંતર ખોટી છે. મારી સામે પણ પત્રિકા યુદ્ધ ચાલે છે.
ADVERTISEMENT
જમીન કૌભાંડમાં સપડાયા હોવાનો આક્ષેપ
નોંધનીય છે કે, શુક્રવારે પ્રદીપસિંહ વાઘેલાને પાર્ટીએ ફરજિયાત વનવાસે મોકલી દેવાનો નિર્ણય લીધો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. જો કે આ અંગે GujaratTak એ તપાસ કરતા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓ ગુજરાતનાં એક મોટા જમીન કૌભાંડમાં સપડાયા છે. જેની ફરિયાદ છેક PMO સુધી થતા પાર્ટીએ પ્રદીપસિંહને ફરજિયાત વનવાસે મોકલી દેવાના આદેશ છુટ્યા હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT
આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સૂરતમાં જે પેનડ્રાઇવ વહેંચવામાં આવી અને પોલીસ રાજુ સોંલકીનું ઇન્વેસ્ટીગેશન કરી રહી છે તે કેસમાં પણ પ્રદિપસિંહનું નામ શંકાના ઘેરામાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT