પોરબંદરમાં ગુંડા તત્વો બેફામ, જૂની કોર્ટ બિલ્ડિંગમાં યુવકને નગ્ન કરીને જાહેરમાં માર માર્યો
જીતેશ ચૌહાણ/પોરબંદર: પોરબંદરમાં લુખ્ખા તત્વોને હવે પોલીસ કે કાયદાનો પણ ડર રહ્યો નથી. જાહેરમાં કાયદાની મજાક ઉડાવતા બે યુવકોએ એક યુવકને નગ્ન કરીને માર માર્યો…
ADVERTISEMENT
જીતેશ ચૌહાણ/પોરબંદર: પોરબંદરમાં લુખ્ખા તત્વોને હવે પોલીસ કે કાયદાનો પણ ડર રહ્યો નથી. જાહેરમાં કાયદાની મજાક ઉડાવતા બે યુવકોએ એક યુવકને નગ્ન કરીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના પણ શહેરના જૂની કોર્ટ બિલ્ડીંગમાં આવેલા મેદાનમાં બની હતી. ત્યારે લુખ્ખા તત્વોની મારામારીનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યો છે.
યુવક બચાવો… બચાવોની બૂમ પાડતો રહ્યો
વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવકના કપડા ફાડીને નગ્ન કરી નાખવામાં આવ્યો છે. એક યુવક તેને પકડી રાખે છે, જ્યારે અન્ય યુવક તેને જાહેરમાં ઢોર માર મારી રહ્યો છે. સમગ્ર ઘટના લોકો ટોળું વળીને જોઈ રહ્યા છે. યુવક પીડામાં બુમો પાડી રહ્યો છે અને લોકો સામે કરગરે છે કે, કોઈ તો બચાવો. પરંતુ ભીડમાંથી કોઈપણ તેની મદદ માટે આગળ આવતું નથી અને યુવકો તેને જાહેરમાં માર મારતા રહે છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા શહેરભરમાં ભાર ચર્ચા જોવા મળી રહી છે. આ વિડીયો પૈસાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. બે લુખ્ખા તત્વો દ્વારા આ રીતે યુવાનને નગ્ન કરી અને માર મારવાની ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
પોરબંદરમાં લુખ્ખા તત્વોએ યુવકને સરેઆમ માર માર્યો, પબ્લિક તમાસો જોતી રહી#porbandar #CrimeNews pic.twitter.com/5P3HmZLWDO
— Gujarat Tak (@GujaratTak) August 4, 2023
ADVERTISEMENT