રથયાત્રા પહેલા આતંકી સંગઠનો પર ગુજરાત ATSની તવાઈઃ પોરબંદરમાં અધિકારીઓના ધામા

ADVERTISEMENT

gujarattak
social share
google news

જીતેશ ચૌહાણ: ગુજરાત એટીએસનાં ઉચ્ચ અધિકારીઓ સહિતની એક ટીમ શુક્રવારે પોરબંદર આવી પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી હોવાનું કહેવાય છે. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ સાથે ગુજરાતનું કનેક્શન સામે આવ્યું છે. પોરબંદરમાંથી કાશ્મીરી કટ્ટરપંથી ત્રણ યુવાનોને ઝડપી લીધા હતા અને તેમને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામા આવ્યા છે.

CMના પ્રવેશોત્સવ પહેલા MLA ચૈતર વસાવાએ ખોલી નાખી શિક્ષણની પોલ

અબુ હમઝાની સૂચનાથી આવ્યા હતા પોરબંદર
પોરબંદમાંથી ત્રણ કટ્ટર પંથી યુવાનોને પોરબંદરમાથી ઝડપી લેવામાં ગુજરાત એટીએસને સફળતા મળી હતી. સુરતમાંથી ઝડપાયેલી સુમરાબાનુ મહમદ હારીફ મલેકને ઝડપી લેવામાં આવી હતી અને તેને પણ પોરબંદર લાવામાં આવી હતી. તો એટીએસના આઈ જી દીપેન ભદ્રન સહિતના ઉચ્ચ અધિકારીઓએ પોરબંદરમા હાથ ધરેલા સર્ચ ઓપરેશનમા ત્રણ કાશ્મીરી શખ્સોને રેલ્વે સ્ટેશન નજીકથી ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં આબીદ નાશીર મીર, હનન હયાત શોલ અને મહોમદ હજીમશાહનો સમાવેશ થાય છે. સુરતની મહિલા સહિત ચાર શખ્સો સામે પોરબંદરમાં ફરિયાદ નોંધવામાં આવશે તેમજ હાલ આરોપીઓને કડક પોલીસ જાપ્તા સાથે પોરબંદરની અદાલતમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામા આવ્યા હતા. પોરબંદમાંથી ઝડપાયેલા આ શખ્સો પાસેથી મોબાઈલ સહિતના ડીવાઈસ કબ્જે કરવામા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તપાસ દરમિયાન એવી પણ ચોંકાવનારી હકિકત બહાર આવી છે કે, આ કાશ્મીરી શખ્સોને હેન્ડલર અબુ હમઝા દ્વારા પોરબંદર પહોંચવાની સૂચના આપવામાં આવી હતી અને પોરબંદરના દરીયાઈ માર્ગે અફઘાનીસ્તાન જવાના હતા. આ બનાવમાં કુલ પાંચ શખ્સોની એટીએસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT