જમીન કૌભાંડ મામલે રાજકારણ ગરમાયું, વિજય રૂપાણીએ અમિત ચાવડાને આપ્યો સણસણતો જવાબ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજ્યમાં કોંગ્રેસ ભાજપ પર વિવિધ કૌભાંડોના આક્ષેપ કરી રહ્યું છે. આ દરમિયાન આજે અમિત ચાવડાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર ગાંધીનગરમાં હેતુફેર કરીને પાંજરાપોળની જમીન વેચવાના આરોપ લગાવ્યા છે. ત્યારે આ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ આરોપોનું ખંડન કરતાં કહ્યું હતું કે, તત્કાલીન કલેક્ટર એસ. કે. લાંગા સામે મેં જ તપાસ બેસાડી હતી.

ખુલાસો કરતાં પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસનો ઇતિહાસ જ ભ્રષ્ટાચારથી ખરડાયેલો છે. કોંગ્રેસના મોઢે ભ્રષ્ટાચાર શબ્દ જ શોભતો નથી. જેને કમળો હોય તેને આવું જ દેખાઈ છે. રાજકીય રોટલા શેકવા આજે કોંગ્રેસ મેદાને આવી છે.હાલમાં કોંગ્રેસ પાસે કોઈ જ મુદાઓ નથી લાંઘાના કથિત પત્ર પર અમિત ચાવડા આક્ષેપો લગાવે છે.

5 વર્ષ મારી સરકાર હતી ત્યારે અમિત ચાવડા ક્યાં હતા? લાંઘા કેસની ફાઇલમાં મેં જ મારા હસ્તાક્ષર તપાસ કરવા લખ્યું છે. મારી જ સરકાર વખતે મેં તપાસ સોંપી હતી. લાંગા સામે અનેક ફરિયાદો મળતી હોવાથી મેં તપાસના આદેશ આપ્યા હતા. જો હું જ સંડોવાયેલો હોવ તો થોડી તપાસ સોંપુ. મીડિયાના આધારે જ અમિતભાઈ પ્રેસ કરવા બેઠા હતા. મેં ગઈકાલે દૈનિક સમાચાર પત્રમાં રદીઓ આપ્યો હતો જે આજે છાપીઓ પણ છે

ADVERTISEMENT

અમિત ચાવડાએ જાણો શું લગાવ્યા હતા આક્ષેપ
અમિત ચાવડાએ કહ્યું હતું કે, ગાંધીનગરના દસણા ગામે ખાતે જમીન હડપ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. કોઈપણ પરવાનગી વગર જમીનનો પટ્ટો રદ કરવામાં આવ્યો છે. કલેક્ટર સહિત મદદનીશ ચિટનિશની કૌભાંડ કરવાની હિંમત નથી. પરંતુ તેમના પાછળ રાજકીય નેતાઓ જવાબદાર છે. તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસુલ મંત્રી કૌશિક પટેલ સહિત અધિકારીઓની બેઠક મળી હતી. રોજબરોજ સરકારની દેખરેખ હેઠળ આ કૌભાંડ થયું છે. વર્ષ 2013થી કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ ભ્રષ્ટાચાર ચાલુ રાખ્યો છે.ગુજરાતમાં ભાજપ ગાય અને હિન્દૂના નામે મત માંગીને જીતે છે. પરંતુ ભ્રષ્ટાચાર રોકવામાં સદંતર નિષ્ફળ છે. રાજકારણીઓ અને બિલ્ડરોએ ભેગા મળીને ગાંધીનગર જિલ્લામાં 10 હજાર કરોડનું જમીન કૌભાંડ આચર્યું છે. રાજ્યમાં ગાય માટે ગોચર જમીન નથી પરંતુ ગાયના મુખમાંથી જમીન પચાવી પાડવામાં આવી છે.

(ઈનપુટઃ નીલેશ શિશાંગિયા, રાજકોટ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT