નકલી PSI મયુર તડવીકાંડમાં પોલીસે રિમાન્ડ ન માંગતા કોર્ટે તડવીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
ગાંધીનગર : મયુર તડવી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મયુર તડવીએ વધારે રિમાન્ડની માંગ ગાંધીનગર પોલીસ દ્વારા નહી કરવામાં આવતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં…
ADVERTISEMENT
ગાંધીનગર : મયુર તડવી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મયુર તડવીએ વધારે રિમાન્ડની માંગ ગાંધીનગર પોલીસ દ્વારા નહી કરવામાં આવતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, PSI કાંડમાં મયુર તડવીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા તેના રિમાન્ડ આજે પુર્ણ થતા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જો કે પોલીસ દ્વારા વધારે રિમાન્ડની માંગણી નહી કરવામાં આવતા મયુર તડવીને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.
કોર્ટ દ્વારા નકલી PSI કેસ મયુર તડવીના રિમાન્ડ પુર્ણ થતા ગાંધીનગર સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા વધારે રિમાન્ડની માંગણી કરવામાં નહી આવતા મયુર જેલ હવાલે કરાયો હતો. જો કે પોલીસ દ્વારા મયુર તડવીના LVA અને SDS ટેસ્ટ કરવા માટે કોર્ટની પરવાનગી માંગી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. જેના કારણે તડવીને હવે સાયન્ટિફિક પદ્ધતીથી તપાસ થશે. તેની વિરુદ્ધ વૈજ્ઞાનિક આધારે પુરાવા એકત્ર કરવામાં આવશે.
યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરતા સરકાર સફાળી જાગી હતી
યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરીને ઘટસ્ફોટ કર્યો હતો કે, મયુર તડવી નામનો યુવક કોઇ પણ પ્રકારની પરીક્ષા કે શારીરિક કસોટી આપ્યા વગર જ હાલ કરાઇ પોલીસ ટ્રેનિંગ એકેડેમીમાં PSI તરીકે ટ્રેનિંગ લઇ રહ્યો છે. તેનો એક સરકારી પગાર પણ થઇ ચુક્યો છે. આ પ્રકારે અનેક PSI ભરતી થઇ ચુક્યા છે. સરકારના ઉચ્ચ અધિકારીઓ આ કૌભાંડ ચલાવી રહ્યા હોવાનો દાવો યુવરાજસિંહે કર્યો હતો. ત્યાર બાદ નાક કપાઇ જતા સરકાર સફાળી જાગી હતી. સમગ્ર મામલે તપાસ ચાલી જ રહી હતી પરંતુ આ વ્યક્તિએ તપાસને પ્રભાવિત કરી હોવાના ડંડા પછાડીને કાર્યવાહી કરી હતી.
ADVERTISEMENT
પોલીસ તપાસમાં માત્ર મયુર તડવીએ જ સમગ્ર કૌભાંડ આચર્યાનો ઘટસ્ફોટ
જો કે હજી સુધી પોલીસ તપાસમાં કોઇ વ્યક્તિની મદદ મયુર તડવીએ લીધી હોવાનું સામે નથી આવ્યું. તેણે પોતે જ તમામ એડિટિંગ કરીને કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. જો કે સરકારે આ મુદ્દે 2 પીઆઇ અને 4 એડીઆઇને સસ્પેન્ડ કર્યા છે. પરંતુ તેઓ આ કૌભાંડમાં સંડોવાયેલા નથી પરંતુ ફરજમાં બેદરકારી બદલ તેમને સસ્પેન્ડ કર્યા છે. આ સમગ્ર કૌભાંડ તો માત્ર મયુર તડવીએ જ કર્યું હોવાનું રટણ પોલીસ અને સરકાર બંન્ને કરી રહ્યા છે. ત્યારે હવે આ કેસમાં શું નવા વળાંકો આવે તે જોવું રહ્યું.
ADVERTISEMENT