અડાલજ કેનાલમાં પડેલા આધેડને પોલીસ જવાને મોતના મુખમાંથી ઉગાર્યા, જુઓ રેસ્ક્યૂના Live દ્રશ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: અડાલજ પાસે નર્મદા કેનાલમાં આજે એક આધેડ પડી ગયા હતા. ત્યારે પોલીસ જવાને પોતાની પળવાર પણ ચિંતા કર્યા વિના પાણીમાં કૂદકો મારીને દોરડાની મદદથી આધેડને બચાવી લીધા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા હાલમાં પોલીસની આ સરાહનીય કામગીરીની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે.

કેનાલમાં કૂદીને પોલીસ જવાને આધેડને બચાવ્યા
ઘટનાની વિગતો અનુસાર ગાંધીનગકરના અડાલજ પાસેની નર્મદા કેનાલમાં એક આધેડ આજે પડી ગયા હતા. કેનાલમાં કોઈ પડ્યું હોવાનું દેખાતા જ ત્યાંથી સ્થાનિકોએ બૂમાબૂમ કરી હતી. એવામાં ત્યાંથી નીકળતા ONGC SRP ગ્રુપના-15 મહેસાણાના પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભરવાડે પળવાર પણ વિચાર કર્યા વિના પોતાનો જીવ જોખમમાં મોકીને વૃદ્ધને બહાર કાઢીને નવું જીવન આપ્યું હતું.

ADVERTISEMENT

પોલીસ કર્મીએ આધેડને મોતના મુખમાંથી ઉગાર્યા
વીડિયોમાં જોઈ શકાય છે કે, કેનાલની વચ્ચો વચ પાણીમાં યુવક તણાઈ રહ્યો છે. ત્યારે આસપાસના કેટલાક લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. એવામાં પોલીસ જવાન ત્યાં આવે છે અને દોરડું લઈને કેનાલમાં કૂદી જાય છે. તે થોડે સુધી તરીને પાણીમાં જાય છે ત્યાંથી દોરડું આગળ ફેંકીને આધેડને પાછા લાવવામાં મદદ કરે છે. સ્થાનિક લોકો પણ આગળ આવીને દોરડું ખેંચે છે અને આધેડને મોતના મુખમાંથી પાછા આવી જાય છે. હાલમાં આ આધેડ કેનાલમાં કેવી રીતે પડી ગયા તે વિશેની કોઈ જાણકારી સામે આવી શકી નથી.

    follow whatsapp

    ADVERTISEMENT