પોલીસ કર્મચારીઓ માટે આનંદો, હર્ષ સંઘવીએ કહ્યું- હવે પોલીસ અધિકારીએ કોઈપણ પ્રકારની એફિડેવિટ આપવી નહીં પડે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગ્રેડ પે મુદ્દે પોલીસ અધિકારીઓએ એફિડેવિટ ફાઈલ કરવાની હતી. જે મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી દીધી છે. હવે પોલીસ કર્મચારીઓએ જે ગ્રેડ પે ભથ્થું મળશે એના અમલીકરણ માટે કોઈપણ પ્રકારની એફિડેવિટ નહીં ભરવી પડે. નોંધનીય છે કે આના કારણે હવે પોલીસ બેડામાં પણ આનંદનો ઉત્સવ છવાઈ ગયો છે, તથા સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ બેડુ પણ આગળ કોઈપણ પ્રકારનું આંદોલન નહીં કરે એવી જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મચારીઓ અગાઉ ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે એફિડેવિટ પર સહી કરવી ફરજિયાત હોવાથી વાત ઉચ્ચારી હતી કે સરકાર અમારા કાંડા કાપી નાખ્યા છે. તેવામાં હર્ષ સંઘવીએ મોટી રાહત આપતા પોલીસ બેડામાં આનંદનો ઉત્સવ સર્જાયો છે.

જાણો શું હતો સમગ્ર મામલો
ગુજરાત પોલીસ જવાનો, હેડ કોન્સ્ટેબલ અને ASI ની લાંબા સમયથી માંગ હતી કે, તેમને ગ્રેડ પે આપવામાં આવે. આ અંગે તેમણે આંદોલન કર્યું અને ત્યાર બાદ સરકાર દ્વારા પોલીસ પરિવાર બનાવ્યો અને ગ્રેડ પે અંગે કામગીરી ચાલી રહી હોવાની બાંહેધરી આપી. જો કે આખરે ચૂંટણી નજીક આવતા આક્રમક થયેલી આમ આદમી પાર્ટીએ મુદ્દો ઉઠાવ્યો અને આખરે પોલીસને ગ્રેડ પે તો ન મળ્યો પરંતુ રાહત સ્વરૂપે એક 500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું. જેના હેઠળ કોન્સ્ટેબલથી માંડીને ASI ને 5 હજારથી માંડીને 3 હજાર સુધીનો પગાર વધારો મળ્યો.

હર્ષ સંઘવીએ આપી રાહત…
જો કે હવે આ વધારા બાદ પોલીસના કાંડા કાપી લેવા માંગતી હોય તેવો પોલીસ જવાનોનો મત હતો. પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ જવાનો માટે એક એફીડેવિટ તૈયાર કરવામાં આવી હતી. જેના પર તમામ પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ ASI સુધીના તમામ કર્મચારીઓએ ફરજીયાત સહી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. જો કે આ એફિડેવિટનો પોલીસ કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જોકે ત્યારપછી મામલો વધુ ઉગ્ર બનતા ગુજરાત પોલીસને ધ્યાનમાં રાખીને હર્ષ સંઘવીએ જાહેરાત કરી દીધી છે કે પોલીસ બેડાએ કોઈપણ પ્રકારની એફિડેવિટ પર સહી કરવી પડશે નહીં.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT