NAVSARI માં પોલીસ જવાનનો આપઘાત, કારણ જાણશો તો તમે પણ કહેશો કે આવુ ના કરાય
નવસારી : શહેરમાં પોલીસ જવાને ગળેફાંસો ખાઇને આપઘાત કરતા હડકંપ મચી ગયો છે. ચીખલી પોલીસની ટીમ દ્વારા હેડ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.…
ADVERTISEMENT
નવસારી : શહેરમાં પોલીસ જવાને ગળેફાંસો ખાઇને આપઘાત કરતા હડકંપ મચી ગયો છે. ચીખલી પોલીસની ટીમ દ્વારા હેડ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. હાલ પરિવારજનોની પુછપરછ ચાલી રહી છે. ઘટના અંગે વિગતે મતી માહિતી અનુસાર નવસારીની ચીખલી પોલીસ સ્ટેશનમાં બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજય પટેલે પોલીસ ક્વાટર્સમાં ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવતા સમગ્ર જિલ્લા પોલીસતંત્રમાં હડકંપ મચી ગયો છે. ઘટના અંગે માહિતી મળતા ઉચ્ચ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
પોલીસ દ્વારા જીણવટભરી તપાસ કરવામાં આવી
પોલીસ દ્વારા ક્વાર્ટરમાં જીણવટ ભરી તપાસ આદરવામાં આવી હતી. મૃતકના પરિવારનો સંપર્ક કરીને તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવતા મૃતક સંજય પટેલ છેલ્લા ઘણા દિવસોથી બિમાર હતા. જેના કારણે તેઓ પરેશાન રહેતા હતા. અનેક ડોક્ટર્સ પાસે દવા પણ ચાલતી હતી. જો કે તેઓને કોઇ પણ પ્રકારની રાહત નહી મળતા તેઓએ ખુબ જ પરેશાન હતા. પરિવાર સાથે પણ તેમનો અણબનાવ જોવા મળતો હતો.
સંજય પટેલ પીએસઓ અને બીટ જમાદાર પણ હતા
સંજય પટેલ પીએસઓ હોવાની સાથે સાથે બીટ જમાદાર તરીકે પણ પરજ બજાવતા હતા. આ ઉપરાંત સ્થાનિક સ્તરે તેઓ લોકો વચ્ચે સારી એવી પ્રતિષ્ઠા ધરાવતા હતા. જો કે તે પોતાની બિમારીના કારણે ખુબ જ પરેશઆન રહેતા હતા. આ અંગે તેઓ પરિવાર અને સાથી કર્મચારીઓ સાથે પણ અનેક વખત વાતચીત કરતા રહેતા હતા. તેના કારણે તે પરેશાન પણ રહેતા હતા. જેથી પ્રાથમિક રીતે આ રોગથી કંટાળીએ તેઓએ અંતિમ પગલું ઉઠાવ્યું હોવાનું પોલીસ માની રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT