મુંબઈથી રૂ.28 લાખનું ડ્રગ્સ લઈને અમદાવાદ આવતા 4 શખ્સો ઝડપાયા, પોલીસનો પૂર્વ બાતમીદાર જ પેડલર નીકળ્યો
અમદાવાદ: શહેરમાં યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવવા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. શહેરમાં MD ડ્રગ્સના જથ્થા સાથે 4 શખ્સોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime…
ADVERTISEMENT
અમદાવાદ: શહેરમાં યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવવા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. શહેરમાં MD ડ્રગ્સના જથ્થા સાથે 4 શખ્સોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓ પૈકી રાજા બાબુ પોલીસનો બાતમીદાર પણ રહી ચુકેલો અને લાલ દરવાજા પાથરણા ચલાવતો હતો. જોકે લોકડાઉનમાં ધંધો અને અન્ય ગરીબો પાસેથી ઉઘરાણા આવતા બંધ થઈ જતા MD ડ્રગ્સના કાળા કારોબારમાં લાગી ગયો હતો.
પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી પેડલરોને પકડ્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ નજીક કેટલાક શખ્સો ડ્રગ્સનો જથ્થો લાવી રહ્યા છે. જેને પગલે આ કાર આવતા જ ફિલ્મી ઢબે તેનો પીછો કરી ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી અને 28 લાખનું રૂપિયા કિંમતનું 289 ગ્રામ MD ડ્રગ્સ પકડી પાડ્યું હતું. પોલીસ ઈદ્રિશ ઉર્ફે ઇંદુ શેખ, મોહમદ ઇરફાન ઉર્ફે રાજા બાબુ શેખ, ધનુષ ઉર્ફે બીટ્ટુ આસોડિયા અને મનુ રબારી નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.
સુરત સુધી બસમાં અને ત્યાંથી કારમાં અમદાવાદ આવતા ઝડપાયા
પોલીસે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે, આ ચારેય આરોપીઓ પૈકી ઇદ્રિશ ઉર્ફે ઇંદુ અને રાજા બાબુ છેલ્લા આઠ મહિનાથી ચારેક વખત MD ડ્રગ્સનો જથ્થો લાવી ચુક્યા છે. આ ડ્રગ્સ આરોપીઓ અત્યાર સુધી મુંબઈથી જ લાવતા બાદમાં છૂટક વેચાણ કરતા. પોલીસે પકડ્યા તે પહેલા આરોપીઓ મુંબઈ MD ડ્રગ્સનો જથ્થો આદિલ કે જે ડોંગરી મુંબઇનો છે તેની પાસેથી લેવા ગયા. ત્યાંથી ટ્રાવેલ્સમાં બેસી સુરત આવ્યા અને બાદમાં આરોપી ધનુષ અને મનુ સુરત હાઇવેથી બંને મુખ્ય પેડલરોને ગાડી મારફતે અમદાવાદ લઈને આવતા જ ઝડપાઇ ગયા.
ADVERTISEMENT
લોકડાઉનમાં પાથરણામાં આવક ન થતા પેડલર બન્યો યુવક
પકડાયેલ ચારેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અમદાવાદમાં તેમના વિરુદ્ધ ફરિયાદો પણ નોંધાઈ ચુકેલી છે. આ આરોપીઓ પૈકી ઈદ્રિશ વિરુદ્ધ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના અને ક્રાઇમ બ્રાન્ચમાં હથિયારના ગુનામાં ઝડપાઇ ચુકેલો છે. જ્યારે રાજાબાબુ કારંજમાં જાહેરનામા ભંગના ગુનામાં ઝડપાયો હતો. આરોપી રાજાબાબુ લાલદરવાજામાં પાથરણા પાથરી હરાજીનો ધંધો કરતો હતો. સાથે જ અન્ય પાથરણાવાળાઓ પાસે પણ હપ્તા ઉઘરાવી આતંક મચાવતો હતો.
આરોપીની પત્ની પણ ડ્રગ્સનો કારોબાર કરતી
લોકડાઉનમાં લોકો હપ્તો ન આપતા આરોપી MD ડ્રગ્સનો પેડલર બનવાની સાથે બંધાણી થઈ ગયેલો. જ્યારે આરોપી ઈદ્રિશની પત્ની ખુશ્બુ પણ અગાઉ MD ડ્રગ્સનો કારોબાર કરતી હતી. ત્યારે ધનુષ અને મનુ રબારી થોડા સમયથી ડ્રગ્સના રવાડે ચઢતા તેઓ પણ પેડલર બનવા જઈ રહ્યા હતા. જોકે તે પહેલા જ બંને ઝડપાઇ ગયા. પોલીસે પકડેલા આરોપીઓમાંથી ધનુષે કમિશન પેટે રૂપિયા નહીં પણ 20 ગ્રામ ડ્રગ્સ માંગ્યું હતું. ત્યારે આગામી સમયમાં મુંબઈનો ડ્રગ પેડલર આદિલ ક્યારે પકડાય છે તે જોવાનું રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT