વૈશાલી મર્ડર કેસ: પ્રેગ્નેન્ટ મહિલા મિત્રએ જ કર્યું હતું મર્ડરનું પ્લાનિંગ, એક ચૂક થઈ ને પકડાઈ ગઈ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક જોશી/વલસાડ: જાણીતી સિંગર વૈશાલી બલસારાની (Vaishali Balsara) હત્યાનું કોકડું આખરે ઉકેલાયું છે. વલસાડ જિલ્લા પોલીસને ગણતરીના દિવસોમાં જ આ ચકચારી હત્યા કેસના મૂળ સુધી પહોંચવામાં સફળતા મળી છે. પોલીસે વૈશાલી બલસારાની હત્યાની માસ્ટર માઈન્ડ આરોપીની ધરપકડ કરી છે. આ હત્યામાં આરોપી બીજુ કોઈ નહીં પરંતુ વૈશાલીની મિત્ર બબીતા નીકળી છે. જેણે કોન્ટ્રાક્ટ કિલર ભાડે રાખીને બેભાન અવસ્થામાં જ સિંગરની હત્યા કરાવી નાથી. જે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

વૈશાલીની હત્યાનું કોકડું ગૂંચવાતા પોલીસની 6 ટીમો તપાસમાં હતી
વલસાડના પારડી નજીકથી પસાર થતી પાર નદી કિનારેથી ગઈ 28મી ઓગસ્ટના રોજ વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં બંધ કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે વૈશાલી બલસારાની હત્યાનું રહસ્ય ઉકેલવા 6 ટીમો બનાવી હતી. જે વિવિધ દિશામાં તપાસ કરી હતી.

ADVERTISEMENT

પોલીસે 1000થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા
ત્યારબાદ વૈશાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો. જેમાં વૈશાલીની હત્યા ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જો કે વૈશાલીના શરીર પર કોઈ જગ્યાએ ઇજા કે પ્રતિકારના કોઈ નિશાન પણ જોવા નહીં મળ્યા હોવાથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ હતી. વૈશાલીના હત્યારા સુધી પહોંચવા પોલીસે તમામ દિશામાં તપાસ તેજ કરી હતી. આરોપીઓ સુધી પહોંચવા પોલીસે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારના 1000થી વધુ સીસીટી ફૂટેજ પણ ખંગાળી ચૂકી હતી. જે બાદ હત્યામાં વૈશાલીની જ નજીકની મિત્ર બબીતા હોવાનું સામે આવ્યું.

ઉછીના લીધેલા પૈસા ન આપી શકતા બનાવ્યો હત્યાનો પ્લાન
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક વૈશાલી અને મુખ્ય આરોપી બબીતા કૌશિકની દુકાનો બાજુમાં હતી. આથી બંને વચ્ચે એક વર્ષથી મિત્રતા બંધાઈ હતી. મિત્રતા દરમિયાન બબીતા એ અવારનવાર વૈશાલી પાસેથી રૂપિયા 25 લાખ ઉછીના લીધા હતા. જોકે વાયદા પ્રમાણે સમયસર બબીતા એ પૈસા પરત ન કર્યા હોવાથી વૈશાલી દ્વારા અવારનવાર તેને આપેલા 25 લાખ રૂપિયાની ઉઘરાણીમાં કરવામાં આવી રહી હતી. જો કે આરોપી બબીતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે 25 લાખ રૂપિયા પરત કરી શકે તેમ ન હતી.

ADVERTISEMENT

ADVERTISEMENT

કારમાં જ બેભાન કરી ગળું દબાવી દીધું
આથી તેણે આ રૂપિયા પરત ના આપવા પડે તે માટે મુશ્કેલીમાં મદદ કરી 25 લાખ રૂપિયા ઉછીના આપનાર મિત્ર વૈશાલીનો જ કાંટો કાઢી નાખવાનું પ્લાન કર્યું અને યુક્તિપૂર્વક બનાવના દિવસે બબીતાએ વૈશાલીને પૈસા લેવા માટે વલસાડના વશીયાર નજીક આવેલા ડાયમંડ ફેક્ટરી પાસે સાંજના સમયે બોલાવી હતી. જ્યાં અગાઉથી જ બબીતાની સાથે રહેલા બે અજાણ વ્યક્તિઓ તેના નજીકના સ્વજન હોવાનું કહી વૈશાલીની કારમાં બેસાડ્યા હતા. ત્યારબાદ બબીતાની સાથે રહેલા શખ્સોએ વૈશાલીને કારમાં જ ક્લોરોફોર્મ સુંઘાડી અને બેહોશ કરી દીધી હતી અને ત્યારબાદ તેની ગળું દબાવી અને નિર્મહત્યા કરી હતી.

વૈશાલીના પૈસાથી જ તેની હત્યા કરાવી
બબીતાએ વૈશાલીની હત્યા માટે બહારના રાજ્યના એક પ્રોફેશનલ કિલર ગેંગનો સંપર્ક કર્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બનેલા કોન્ટ્રાક્ટ કિલરોને બબીતાએ વૈશાલીની હત્યા માટે 8 લાખ રૂપિયાની સોપારી આપી હતી. શરૂઆતમાં દસ લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. પરંતુ 8 લાખ રૂપિયામાં ડીલ થઈ હતી. જોકે બબીતા એ વૈશાલીને ઉછીના આપેલા 25 લાખમાંથી આઠ લાખ રૂપિયા હત્યારાઓને આપી અને વૈશાલીને તેના જ પૈસાથી હત્યા કરાવી તેનો કાંટો કઢાવી નાખ્યો હોવાનું પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

આરોપી બબીતા નવ મહિનાની પ્રેગ્નેટ છે
વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની હત્યાની માસ્ટરમાઈન્ડ બબીતા અત્યારે નવ મહિનાની ગર્ભવતી છે. જો કે પોલીસે તેની ધરપકડ કરી છે. અને આ કેસના પ્રોફેશનલ કોન્ટ્રાક્ટ કિલર 2 આરોપીઓ હજુ પોલીસ પહોંચથી દૂર છે. તેમને ઝડપવા વલસાડ પોલીસની ટીમો રાજ્ય બહાર પણ કામે લાગેલી છે. જોકે પોતે નવ મહિનાની ગર્ભવતી હોવા છતાં પણ તેને એક પ્રોફેશનલ ગેંગને પણ ટક્કર આપે તેવો પ્લાન બનાવી અને તેને મુશ્કેલીના સમયમાં મદદ કરનાર મિત્ર વૈશાલીની જ હત્યા કરવાનું સુનિયોજિત ષડયંત્ર રચ્યું હતું. જોકે પોલીસની અત્યાર સુધીની તપાસમાં વૈશાલીની હત્યામાં આરોપી બબીતાના પતિ કે તેના પરિવારના અન્ય કોઈ સભ્યોની સંડોવણી બહાર નથી આવી. પરંતુ પોલીસ આ કેસમાં મૂળ સુધી પહોંચવા અને આ હત્યાકાંડમાં અન્ય કોઈની સંડોળી છે કે કેમ? સાથે જ કેસના પ્રોફેશનલ કિલર આરોપીઓ સુધી પહોંચવા વલસાડ પોલીસે તેની તમામ તાકાત લગાવી દીધી છે.

    follow whatsapp

    ADVERTISEMENT